નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે ગુરૂવારે જણાવ્યું કે, તેઓ એક એવા ભારતની કલ્પના કરે છે, જ્યાં રાષ્ટ્રપતિ વેદ પર હાથ મુકીને પોતાનાં પદની શપથ લે. જેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇબલની શપથ લે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રીએ આર્ય સમાજનાં ચાર દિવસીય વૈશ્વિક સમ્મેલનમાં આ ટીપ્પણી કરી હતી. તેમણે તેમણે તેને તેના અનુયાયીના મહાકુંભ ગણાવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહે કહ્યું કે, અમે જોયું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ પોતાનાં પદની શપથ બાઇબલ પર હાથ મુકીને કરી લેતા હોય છે.. હું એક એવા ભારતની કલ્પના કરૂ છું, જ્યાં રાષ્ટ્રપતિ વેદ પર હાથ રાખીને શપથ લે. તેમણે એમ પણ કહ્યું કે, દેશ જે મુદ્દાઓનું સામાન કરી રહ્યા છે તે તમામનું સમાધાન ઋષીજ્ઞાન છે. 

દેશને વેદોની તરફ પરત ફરવું પડશે
મંત્રીએ કહ્યું કે દેશને પોતાનો ખોવાયેલો ગૌરવને પરત મેળવવા માટે વેદોની તરફ પરત ફરવું પડશે. આ પ્રસંગે હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ચાર દિવસીય સમ્મેલનમાં ગો કલ્યાણ ખેડૂત હત્યા પર્યાવરણ સંકટ અને સ્વાસ્થય જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે, તેઓ આરએસએસ અને આર્યસમાજતી કુબ જ નજીકથી જોડાયેલા હતા અને તેમનાં જ શિક્ષણે તેમને જાતી અને પેટા જાતી છોડવા માટે પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે, અહીં હાજર કોઇ પણ વ્યક્તિ નથી જાણતુ કે મારી જાતી શું છે.