નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જે હિંસા શરૂ થઈ છે તે અટકવાનું નામ લેતી નથી. હવે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન પર મિદનાપોરમાં હુમલાના સમાચાર છે. કહેવાય છે કે તેમના પર કેજીટી ગ્રામીણ વિધાનસભાના પંચખુડીમાં હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે પશ્ચિમી મિદિનાપોરના પ્રવાસ દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો. કાચ તોડી નાખ્યા. મારા પર્સનલ સ્ટાફ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. મારે મારો પ્રવાસ અધવચ્ચેછોડીને પાછા ફરવું પડ્યું છે. 


કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન તરફથી શેર કરાયેલા વીડિયોમાં એક વ્યક્તિ ડંડાથી તેમની કાર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. જેવો તે હુમલો કરે છે કે કેન્દ્રીય મંત્રીની ગાડીનો ડ્રાઈવર ગાડીને પાછી વાળે છે. જ્યાં હુમલો કરાયો છે ત્યાં ટીએમસીના ઝંડા અને બેનર લાગેલા છે. હુમલા દરમિયાન ગાડીનો કાચ તૂટી જાય છે અને ડંડો અંદર આવી જાય છે. 


હવે કેરળમાં પણ લાગ્યું lockdown, શું દેશવ્યાપી લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે? કેન્દ્ર સરકારનો જવાબ જાણો


અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન એ પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં બીએલ સંતોષ અને ભુપેન્દ્ર યાદવ પણ સામેલ છે. આ પ્રતિનિધિમંડળ હિંસામાં માર્યા ગયેલા કે ઘાયલ થયેલા ભાજપ કાર્યકરોના ઘરે  ઘરે જાય છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી રહ્યું છે. 


Corona Update: 24 કલાકમાં 4 લાખથી વધુ નવા દર્દીઓ, 3900થી વધુ મોત, વૈજ્ઞાનિકોએ જણાવેલી આ તારીખ રાખો ધ્યાનમાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube