નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણ (Corona vaccination For Pregnant Women)  માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. માર્ગદર્શિકા મુજબ ઉપલબ્ધ કોરોના રસી સુરક્ષિત છે. અન્ય વ્યક્તિઓની જેમ ગર્ભવતી મહિલાઓ પણ કોવિડ-19 સંક્રમણથી બચવા માટે કોરોના રસી મૂકાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CoWIN પોર્ટલ પર કરાવો રજિસ્ટ્રેશન
સરકાર તરફથી જણાવાયું છે કે તમામ ગર્ભવતી મહિલાઓએ પણ અન્ય લોકોની જેમ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેઓ કોવિડ-19 રજિસ્ટ્રેશન સેન્ટર પર જઈને રજિસ્ટર કરાવી શકે છે. અત્રે જણાવવાનું કે સરકાર તરફથી નિરંતર કોરોના રસી પ્રત્યે લોકોને  જાગૃત કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સતત મહિલાઓ સંબંધિત શંકાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં ડિલિવરી બાદ મહિલાઓને કોરોના રસી લેવા રાહ ન જોવાની સલાહ પણ આપવામાં આવી છે એટલે કે ડિલિવરી બાદ મહિલા ગમે ત્યારે રસી મૂકાવી શકે છે. હવે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગર્ભવતી મહિલાઓ પણ રસી મૂકાવી શકે છે. 


Covishield લેનારા લોકોને નહીં મળે EU નો ગ્રીન પાસ!, અદાર પૂનાવાલાએ કહ્યું- જલદી લાવીશું તેનો ઉકેલ


રસીકરણમાં બન્યો રેકોર્ડ
આ બધા વચ્ચે ભારતે રસીકરણમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારત અમેરિકાને પછાડીને સૌથી વધુ રસીના ડોઝ આપનારો દેશ બન્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે બહાર પાડેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં  કુલ 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ભારત રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં રસીના કુલ 32,33,27,328 ડોઝ અપાયા છે. ભારતમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. જ્યારે અમેરિકામાં રસીકરણ 14 ડિસેમ્બરથી શરૂ થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube