ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત એક છે, પણ તેની વિવિધતા અનેક છે. એટલે જ એ અનેક વિવિધતાઓથી ભરેલો એક દેશ છે. ત્યારે દરેક ગામ, દરેક પ્રાંત, દરેક સમાજમાં એક અલગ પ્રકારના રિવાજો હોય છે. ત્યારે કેટલાંક રિવાજો એવા વિચિત્ર હોય છે જેના વિશે જાણીને પણ આપણે અચરજમાં મુકાઈ જઈએ. આવા જ એક વિચિત્ર રિવાજ વિશે આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. શું તમે ક્યાંય સાંભળ્યું છેકે, લગ્નના દિવસે જ તેનો પરિવાર અને આખો સમાજ તેને વિધવાની જેમ વિદા કરે? પણ આ હકીકત છે અને આવું ખરેખર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં વાત થઈ રહી છે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલાં એક ગામની. જ્યાં એક અનોખી કરતાંય વિચિત્ર કહી શકાય તેવી પ્રથા આજે પણ અમલમાં છે. આ વાત છે મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાના ભીમડોંગરી નામના ગામની. આ વાત છે અહીંના આદિવાસી સમુદાયની. આપણે જાણીએ છે કે, ભારતમાં વિવિધ સમુદાયના લોકો વસે છે. દરેક સમુદાયના લોકોના પોતાના રીતિ રિવાજો હોય છે પરંતુકોઈ પણ ધર્મ હોય કે કોઈપણ સમુદાય માટે લગ્ન પ્રસંગ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવતા હોય છે. ભારતમાં લગ્ન એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આજે અમે જે સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ત્યાં લગ્ન પછી એક ખૂબ જ વિચિત્ર રિવાજનું પાલન કરવામાં આવે છે.


લગ્ન બાદ માતા-પિતા દીકરીને વિધવા તરીકે કરે છે વિદા-
અહીંય લગ્ન થયા બાદ માતા-પિતા પોતાની દીકરીને વિધવા તરીકે વિદાય આપે છે. અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના ભીમડોંગરી ગામની. અહીં આદિવાસી સમાજના લોકો રહે છે. આ લગ્નો ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. સામાન્ય ભારતીય લગ્નમાં જેમ થાય છે તેમ બધું થાય છે. પરંતુ લગ્ન પછી અહીં એક અજીબ વિધિ કરવામાં આવે છે. એટલે કે સફેદ વસ્ત્રમાં કન્યાને વિદાય કરે છે.


આખું ગામ લગ્નમાં પહેરે છે સફેદ રંગના કપડાં-
તમને જાણીને નવાઈ લાગશે કે, માત્ર દુલ્હન જ નહીં પરંતુ ગામડાના દરેક વ્યક્તિના લગ્નમાં સફેદ વસ્ત્રો પહેરવાનો રિવાજ છે. હવે તમે વિચારતા જ હશો કે આ શું રિવાજ છે? ખરેખર, તેની પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં આ ગામમાં રહેતા લોકો ગોંડી ધર્મનું પાલન કરે છે. તેમના માટે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. તેમજ સફેદ રંગને પવિત્ર માનવામાં આવે છે જેમાં કોઈ ભેળસેળ નથી. આ કારણથી લોકો લગ્નમાં સફેદ વસ્ત્ર પહેરવાને શુભ માને છે.


આ ગામમાં રહેતા ગોંડી ધર્મના લોકો અન્ય આદિવાસી રિવાજોથી અલગ નિયમોનું પાલન કરે છે. આ ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ગામમાં લગ્નમાં સફેદ વસ્ત્રો પહેરવા સિવાય અન્ય ઘણા રિવાજો માનવામાં આવે છે. લગ્ન સમયે લોકોના કપડાં જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે ત્યાં ખુશીની ઉજવણી થઈ રહી છે કે શોકની ઉજવણી?


અહીં પિયરના બદલે સાસરીમાં ફેરફરે છે વહુ-
આ સિવાય લગ્નમાં કેટલાક રિવાજો અન્ય સમુદાયોથી અલગ માનવામાં આવે છે. સામાન્ય રીતે જેમ લગ્ન સમયે કન્યા તેના ઘરે પરિક્રમા કરે છે. પરંતુ આ સમુદાયમાં વરરાજાના ઘરે ફેરા લેવામાં આવે છે. ચાર ફેરા દુલ્હનના ઘરે પરંતુ બાકીના ત્રણ ફેરા વરના ઘરે.