નવી દિલ્હી: મધ્ય પ્રદેશના રીવા શહેરમાં આવેલા એક શિવલિંગ અંગે તમને આજે જણાવીએ છીએ. આ શિવલિંગમાં 1001 છિદ્રો છે. અહીંના આ મહામૃત્યુંજય મંદિરમાં આ અદભૂત શિવલિંગ જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા મૃત્યુંજય સ્વરૂપમાં કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોની એવી માન્યતા છે કે અહીં જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાન પાસે કઈ માંગે તો તેની મનોકામના જરૂર પૂરી થાય છે. એમ પણ કહેવાય છે કે અહીં દર્શન માત્રથી તમામ રોગ દૂર થાય છે અને શારીરિક પીડાથી મુક્તિ મળે છે. 


આ શિવલિંગની એક વધુ ખાસિયત એ છે કે તે સફેદ રંગનું છે અને તેના પર કોઈ પણ ઋતુની અસર થતી નથી. માન્યતા મુજબ 1001 છિદ્રોવાળું આ સફેદ શિવલિંગ પોતાના ભક્તોની રક્ષા કરે છે. કહે છે કે ભોલેનાથના આ મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ  કરવાથી અકાલ મૃત્યુને રોકી શકાય છે. 


કોઈ પણ માનતા પૂરી થતા અહીં નારિયેળ બાંધવાની પ્રથાનું પાલન કરવામાં આવે છે અને આ સાથે જ શિવલિંગ પર બિલિ પણ ચઢાવવામાં આવે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...