Unique Wedding in Chhapra : બિહારના છપરા જિલ્લામાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. બેન્ડબાજા સાથે આવેલા વરરાજાએ મોટી બહેનને માળા પહેરાવી અને નાની બહેન સાથે સાત ફેરા લીધા. આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં છે. જ્યારે વરરાજા લગ્નના સરઘસ સાથે પહોંચ્યો ત્યારે નાની બહેને લગ્ન કરવાની જીદ કરી. પરિવારજનોએ સમજાવતાં તેણીને છત પરથી કૂદવાની ઘમકી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી બહેન સાથે વરમાળા
છાપરાના મુબારકપુરામાં વરરાજા વાજતે ગાજતે જાન લઈને પહોંચ્યા હતા. શોભાયાત્રાને નાસ્તો અને પાણી આપ્યા બાદ સેંકડો લોકોની હાજરીમાં મોટી બહેન સાથે વરમાળાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.


વરમાળા પછી નાની બહેને હંગામો શરૂ કર્યો
વરમાળા પછી જાનૈયા ખાવા-પીવામાં વ્યસ્ત થઈ ગયા. બીજી તરફ કન્યા પક્ષના લોકો લગ્નની આગળની પ્રક્રિયા જેમ કે મંડપને શણગારવા વગેરેમાં જોડાઈ ગયા. એ જ સમયે કન્યાની નાની બહેને લગ્ન કરવાની જીદ શરૂ કરી. લગ્ન કરવાની જીદમાં નાની બહેને હંગામો શરૂ કર્યો હતો.


પરિવારજનોએ સમજાવતાં તે છત પર ચડી ગઈ
હંગામો જોઈ પરિવારજનોએ નાની બહેનને ઘણી સમજાવી. તેઓ કહેતા રહ્યા કે તેની મોટી બહેનના લગ્ન છે તેથી બિનજરૂરી હંગામો ન કર. ટૂંક સમયમાં તે પણ લગ્ન કરશે, પરંતુ તે સંમત ન હતી. દુલ્હનની નાની બહેન ધાબા પર ચઢી અને લગ્ન નહીં કરે તો કૂદીને મરી જવાની ધમકી આપી.


જીજાજી સાથે લગ્ન કરવાનો આગ્રહ
કન્યાની નાની બહેને તેના જીજાજીને ફોન કરીને જીદ કરવા લાગી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લેશે. વરરાજાએ આ વાત તેના પરિવારના સભ્યોને જણાવી. પહેલા તો લગ્નમાં ભારે ગરમા ગરમી થઈ ગઈ હતી. ઉતાવળમાં બંને પક્ષના લોકો એકબીજા સાથે વાત કરવા લાગ્યા, પરંતુ મામલો વણસતો ગયો.


વર અને જાનૈયા કેદ
જ્યારે મામલો વણસ્યો ​​તો વરરાજા અને કેટલાક જાનૈયાઓેને કેદ કરવામાં આવ્યા અને તેમને ખૂબ માર પણ મારવામાં આવ્યો હતો. આખરે ઘટનાસ્થળે માંઝી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થાનિક વડા શૈલેશ્વર મિશ્રાની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવી હતી, જેમાં નક્કી થયું હતું કે વરરાજા નાની બહેન સાથે જ લગ્ન કરશે. આ રીતે વરરાજાએ મોટી બહેનના ગળામાં માળા પહેરાવી અને નાની બહેન સાથે લગ્ન કર્યા.