PM મોદીએ બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથે વાત કરી, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂક્યો
India- Britain Relationship: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની વાત કહી છે.
લંડનઃ PM Modi Talks Rishi Sunak: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી છે. સાથે કહ્યું કે અમે બબંને દેશોના સંબંધ મજબૂત કરીશું. તેમણે ટ્વીટ કર્યું, 'આજે યુકેના પીએમનો કાર્યભાર સંભાળવા પર ઋષિ સુનકને શુભેચ્છા આપી. અમે અમારી વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત એફટીએને લઈને નિષ્કર્ષ પર પહોંચવાના મહત્વને લઈને સહમત થયા છીએ.'
બ્રિટનના પીએમ સુનકે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. તેમણે ટ્વીટ કર્યુ- "યુકે અને ભારત ઘણું સામ્ય ધરાવે છે. અમે અમારા સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ, અમે અમારા બે મહાન લોકશાહીઓ શું પરિપૂર્ણ કરી શકે છે તે અંગે હું ઉત્સાહિત છું."
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube