નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોપિંયો નવી દિલ્હી પહોંચી ગયા છે. ગુરૂવારે તેઓ ભારતની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. આ પહેલા તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકાની પ્રથમ 2+2 વાર્તામાં મોટા અને રણનીતિક મુદ્દા પર ચર્ચા કરીશું. પોપિંયોએ કહ્યું કે, બંન્ને દેશો વચ્ચે બેઠક રશિયાના મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ઈરાનથી તેલ ખરીદ મામલા પર કેન્દ્રીત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોપિંયો અને અમેરિકાના રક્ષાપ્રધાન જિમ મૈટિસ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણની સાથે ગુરૂવારે થનારી બેઠકમાં ભાગ લેશે. બંન્ને દેશો વચ્ચે આ પ્રથમ 2+2 વાર્તા છે. બુધવારે સાંજે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ એરપોર્ટ પર પોપિંયોને આવકાર આપવા માટે પહોંચ્યા હતા. 
 
પોપિંયોએ પોતાની સાથે પાકિસ્તાન અને ત્યારબાદ ભારતની યાત્રા પર આવી રહેલા પત્રકારોને સવાલના જવાબમાં કહ્યું, 'આ (ભારતનો રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ઇરાન પાસેથી તેલ ખરીદવુ) વાર્તાનો ભાગ હશે.' આ સંબંધોનો પણ ભાગ છે. આ તમામ વાતો વાર્તા દરમિયાન જરૂર આવશે પરંતુ મને લાગતું નથી કે વાતચીત આ મુદ્દા પર કેન્દ્રીત રહેશે. 



ઘણા મુદ્દાઓ પર થશે ચર્ચા
તેવી સંભાવના છે કે ભારત વાર્તા દરમિયાન અમેરિકાને જણાવશે કે તે 'એસ-400 ટ્રાયંફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ' ખરીદવા માટે રશિયાની સાથે આશરે 4.5 અબજ ડોલરની ડીલ કરશે. પોપિંયોએ કહ્યું, અડધા ડઝન કરતા પણ વધારે એવી વસ્તુ છે જેના પર આ વાર્તામાં અમે આગળ વધવા ઈચ્છીએ છીએ. આ નિર્ણય મહત્વના છે. આ નિર્ણયો સંબંધો પ્રમાણે જરૂર મહત્વના છે પરંતુ અમે વ્યૂહાત્મક વાતચીત દરમિયાન આ મુદ્દાના ઉકેલો અમે જોતા નથી અને આ દરમિયાન તેને ઉકેલવાનો ઈદારો પણ નથી. 


તેમણે કહ્યું, આ તેવી વસ્તુ છે જે મોટી અને વ્યૂહાત્મક રૂપથી ખાસ છે અને આગામી 20, 40, 50 વર્ષ સુધી રહેશે. આ તેવા મુદ્દા છે જેના પર હું અને મૈટિસ વાત કરશું. 


ગત મહિને પેન્ટાગનના રશિયાથી હથિયારો ખરીદવા પર અમેરિકાના પ્રતિબંધથી ભારતને છૂટ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે વોશિંગટન રશિયા મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલને લઈને ચિંતામાં છે. પોપિંયોએ પહેલા 2+2 વાર્તા રોકાવા પર પણ માફી માંગતા કહ્યું, હું માફી માંગુ છું, બીજીવાર મારી ભૂલ હતી. મારે પ્યોંગયાંગ જવાનું હતું પરંતુ રક્ષા પ્રધાન મૈટિસ અને હું હવે તેના પર આગળ વધવા તૈયાર છીએ.