આતંકવાદ વિરુદ્ધ સરકારની મોટી જીત, UAPA સંશોધન બિલ રાજ્યસભામાં પસાર
Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 ખુબ ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું.
નવી દિલ્હી: Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 ખુબ ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. વોટિંગ પ્રસ્તાવમાં આ બિલના પક્ષમાં 147 મત પડ્યાં જ્યારે વિરોધમાં માત્ર 42 મત જ પડ્યાં. આ અગાઉ કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહે વ્યક્તિને આતંકી જાહેર કરવાને લઈને સરકારની ઈચ્છા પર સવાલ ઊભા કર્યા હતાં. ચિદમ્બરમે કહ્યું કે સંગઠનને પહેલેથી આતંકી જાહેર કરાઈ રહ્યું છે. આવામાં વ્યક્તિને આતંકી જાહેર કરવાની શું જરૂર છે. જવાબ આપવા માટે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ ઊભા થયા તો તેમણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે તે કેમ જરૂરી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસની ગત સરકારો ઉપર પણ આકરા પ્રહારો કર્યાં.
અત્રે જણાવવાનું કે પાસ થયેલા આ બિલમાં આતંક સાથે સંબંધ હોવા પર સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ છે. બિલને લોકસભામાં મંજૂરી મળી ગયેલી છે. આ અગાઉ આજે રાજ્યસભામાં વિપક્ષી દળો તરફથી આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ ઉડી ગયો હતો. પ્રસ્તાવના પક્ષમાં 85 અને વિપક્ષમાં 104 મતો પડ્યા હતાં.
UAPA બિલ પર અમિત શાહે કહ્યું- 'કાયદાના દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે'
આ બિલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને વધુ શક્તિશાળી બનાવવાની જોગવાઈ છે. આ ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અંગત સ્વાર્થ માટે કાયદાનો દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નબળા કાયદાના કારણે દેશદ્રોહીઓને સજા મળી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ તેના દૂરઉપયોગની વાત ન કરે કારણ કે ઈમરજન્સીમાં શું થયું? જરા તમારા ભૂતકાળમાં જોઈ લો.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની દલીલો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલમાં જ ચૂંટણી હારીને આવ્યાં છે તો તેમનો ગુસ્સો સ્વાભાવિક છે. મણે કહ્યું કે સમજોતા એક્સપ્રેસમાં આરોપી પકડાયા. ત્યારબાદ છોડી મૂકાયા. ધર્મ વિશેષ અને નકલી મામલો બનાવીને એક ધર્મ વિશેષ લોકોને ટારગેટ કરીને પકડવામાં આવ્યાં. કારણ કે ચૂંટણી નજીક હતી.
જુઓ LIVE TV