169 રૂપિયાનો ખર્ચ કરી 48 કલાકમાં 35 હજારની કમાણી કરી, આ રીતે ફ્રોડમાં ઝડપાયા પિતા-પુત્ર
ઉન્નાવના અશોક પેન્ટરના ખેતરમાં ખોદકામ દરમિયાન ખાડામાં લક્ષ્મી, સરસ્વતી, કુબેરની મૂર્તિ સિવાય સિક્કા, રુદ્રાક્ષ, કાચબો જેવી વસ્તુ નિકળી તો તે વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ. પરંતુ જ્યારે ખબર પડી કે આ મૂર્તિ નિકળવાની ખોટી કહાની રચવામાં આવી છે.
ઉન્નાવઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની નજીક આવેલા ઉન્નાવમાં ફ્રોડની એવી કહાની રચવામાં આવી, જેના સાંભળીને દરેક લોકો અચંબિત થઈ ગયા. આસીવાન પોલીસ સ્ટેશન વિસ્તારના મહમૂદપુર ગામમાં રહેતા અશોક ગૌતમના પુત્ર રવી ગૌતમને ખેતરમાં ખોદવા દરમિયાન પીળી ધાતુની મૂર્તિઓ મંગળવારે મળી હતી. જંગલમાં આગની જેમ આ વાત ફેલાવા લાગી અને લોકો ભેગા થવા લાગ્યા.
સ્થળ પર પહોંચીને લોકો તેને ચમત્કાર સમજી મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા હતા અને પૈસા ચઢાવવાના શરૂ કરી દીધા. 48 કલાકની અંદર 35 હજાર રૂપિયા લોકોએ ચઢાવી દીધા. માહિતી મળતા પહોંચેલી પોલીસ પુરાતત્વ વિભાગને સૂચના આપી હતી. બુધવારે ઘટના સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
ત્યારબાદ પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો. તેનું નામ ગોરે લાલ હતું અને તે કૂરિયરનો બિઝનેસ કરતો હતો. તેણે પોલીસને જણાવ્યું કે 29 ઓગસ્ટે રવિએ મીશો એપ દ્વારા 169 રૂપિયાની મૂર્તિઓ મંગાવી હતી અને આ તે મૂર્તિ છે, જેનો પોલીસે બુધવારે ખુલાસો કરતા રવિની રૂપિયા કમાવાના ઢોંગમાં ધરપકડ કરી હતી.
આ વચ્ચે પોલીસે રવિ, તેના ભાઈ વિનય અને પિતા અશોક ગૌતમ પર શાંતિ ભંગની કાર્યવાહી કરી. સાથે મૂર્તિઓ અને પૈસા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ વિષય ગ્રામીણો વચ્ચે હજુ ચર્ચાનું કારણ બન્યો છે. ગ્રામીઓએ જણાવ્યું કે લગભગ 35 હજાર રૂપિયા ભેટના રૂપમાં મૂર્તિઓ પર ચઢાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ નેવીના નવા ધ્વજમાંથી હટાવાયું ગુલામીનું પ્રતીક, સમુદ્રમાં 'તરતા શહેર'ની અદભુત તસવીરો જુઓ
શું છે ઘટના
અશોક પેન્ટરના ખેતરમાં ખોદકામ દરમિયાન ખાડામાં લક્ષ્મી, સરસ્વતી, કુબેરની મૂર્તિઓ સિવાય રૂદ્રાક્ષ, ચાવી, સિક્કા, કાચબો, કોડી મળી હતી, જે આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. પરંતુ જ્યારે ખબર પડી કે ખોદકામ દરમિયાન પીળી ધાતુઓની મૂર્તિ મળનારનો દાવો કરનાર વ્યક્તિ ખોટો છે. ખેતર માલિક અને તેના પુત્રએ આ મૂર્તિઓ ઓનલાઇન મંગાવી હતી.
બુધવારે અશોક, તેનો પુત્ર રવિ અને વિનય નામનો વ્યક્તિ ખેતર પહોંચ્યા અને પૂજા-પાઠ શરૂ કરી દીધા હતા. અશોક અને તેના પુત્રએ ગામ લોકોને કહ્યું કે તેને સપનું આવ્યું હતું કે અહીં ખોદકામ કરવાથી મૂર્તિ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube