ઉન્નાવકાંડ: ટ્રકની નંબર પ્લેટ પર કોણે માર્યો હતો કાળો કુચડો? ડ્રાઇવરે આપ્યો ચોંકાવનારો જવાબ
ઉન્નાવ રેપ કેસ પીડિતા અને તેનાં વકીલ સાથે થયેલ માર્ગ દુર્ઘટનામાં સીબીઆઇએ રવિવારે આરોપી ટ્રક ચાલકની પુછપરછ કરી હતી
લખનઉ : ઉન્નાવ રેપ કેસમાં પીડિતા અને તેના વકીલ સાથે થયેલા માર્ગ દુર્ઘટના મુદ્દે સીબીઆઇએ રવિવારે આરોપી ટ્રક ચાલકની પુછપરછ કરી હતી. સીબીઆઇને ટ્રક ચાલક અને ક્લિનરની 3 દિવસની રિમાન્ડ મંજુર થઇ ચુકી છે. રવિવારે પુછપછમાં ટ્રક ચાલકે ઘટનાના દિવસની સમગ્ર વાત સીબીઆઇને જણાવી હતી. જેમાં જણાવાયું કે, આખરે તેનાથી નંબર પ્લેટ પર શા માટે કાળોકુચડો માર્યો અને આવું કોણે કર્યું. ટ્રક ચાલકનું નામ આશીષ કુમાર પાલ છે. તે ફતેહપુરાનો રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, ઘટનાના દિવસે બાંદાથી મોરંગ લાદીને લાવી રહ્યા હતા. સીબીઆઇ અને તેની વચ્ચે કેટલાક આ પ્રકારે થયું.
સવાલ : ઘટના બાદ ક્યાં જતા રહ્યા હતા ?
જવાબ : ઘટના બાદ ભાગી ગયા હતા. માલિક આવ્યા... ત્યારે માલિક સાથે ભાગી ગયા હતા.
સવાલ : કયા રસ્તે તમે અહીં આવ્યા હતા.
જવાબ : બાંદાથી 27 તારીખે ઉપાડ્યા, બંધવા, લલોતી, છિલ્લા, ફતેહપુર, લાલગંજ.
સવાલ : મોરંગ ક્યાંથી લીધા હતા ?
જવાબ : બાંદા, લાંબા ગામથી
સવાલ : પૈસા આપ્યા તેને ?
જવાબ : જી પૈસા આપ્યા 28 હજાર
સવાલ : તમારો કોઇ સંબંધ ઉન્નાવ જિલ્લામાં
જવાબ નહી સર અમારા કોઇ સંબંધી નથી.
સવાલ : કેટલા સમયથી માલિકનો ટ્રક ચલાવો છો
જવાબ : ચાર મહિના થયા
સવાલ : ચાર મહિના દરમિયાન કયા કયા રૂટ પર ગયા
જવાબ : મોટે ભાગે આ જ રૂટ પર અમે ચાલી રહ્યા હતા.
સવાલ : જ્યારે ગાડી એક્સિડેન્ટ થયું હોય તો તે સમયે તમારી સ્પીડ કેટલી હતી
જવાબ : 50-500 કિલોમીટર- પ્રતિ કલાક હતી.
સવાલ : હવામાન કેવું હતું
જવાબ : વરસાદ થઇ રહ્યું હતું... અચાનક નજર ચાર પૈડા તરફ હોય... બ્રેક મારી... બ્રેક મારી તો આગળનો હિસ્સો મારી ડાબી તરફ ગયો, પાછળનો હિસ્સો જમણી તરફ ફંટાયો. સામેથી ચાર પૈડાવાળો આવી રહ્યો હતો... તે પણ ડાબી તરફ દબાવીને ચાલી રહ્યો હતો. ચાર પૈડા વાળાએ સીધી જ મારા પાછળનાં ટાયરમાં ગાડી ઠોકી હતી.
સવાલ : કઇ ગાડી હતી
જવાબ : ખબર નથી, તે અંગે માહિતી નહોતી
સવાલ : કેટલા પૈસા મળે છે તને ?
જવાબ : એક ચક્કરના 4000 રૂપિયા, તેમાં ખાવાનું, મજુરી કંડક્ટર બધા જ પૈસા આવી ગયા.
સવાલ : ટ્રકની નંબર પ્લેટ પર કાળો કુચડો કોણે માર્યો હતી તે કે માલિકે ?
જવાબ : માલિકે કહ્યું હતું એટલા માટે મે કુચડો માર્યો હતો. કારણ કે ટ્રકનાં ત્રણથી ચાર હપ્તા બાકી હતા. ચોમાસુ હોવાનાં કારણે ધંધો ઠપ્પ હતો.