રાયબરેલી: ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવાર સાથે થયેલી દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યુ છે. ત્યારે ગંભીર હાલતમાં દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને લખનઉ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. લખનઉ ઝોનના એડીજી રાજીવ કૃષ્ણને જણાવ્યું કે, ડોક્ટરોએ કહ્યયું છે કે, પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર છે. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેમના હાડક્કામાં ફેક્ચર છે. તેમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- 8 ઓગસ્ટે પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત


જણાવી દઇએ કે, દુષ્કર્મ પીડિતા તેના કાકાને મળવા રાયબરેલી જેલ જઇ રહી હતી. સૂત્રોનું માનવું છે કે, તેમની સાથે તેમના સુરક્ષા ગાર્ડ હાજર ન હતા. રાયબરેલી જતા સમયે એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. તે સમયે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


કર્નાટકમાં બીજેપી સોમવારે સાબિત કરશે બહુમત, ધારાસભ્યોની હોટલમાં બેઠક


અખિલેશ યાદવના આદેશ પર પીડિત પરિવારને જોવા પહોંચ્યા સપાના નેતા સુનીલ સાજન, ઉદયવીર સિંહ અને આનંદ ભદૌરિયા ટ્રામા સેન્ટર પહોંચ્યા હતા. સપાએ પીડિત પરિવારની સુરક્ષાને લઇને સવાલ ઉઠાવતા કહ્યું કે, પીડિતાની સુરક્ષા ક્યાં હતી. સપાએ માર્ગ અકસ્માતને લઇને સીબીઆઇ તપાસની માગ કરી છે. સપાનું કહેવું છે કે, પીડિત પરિવારની દરેક સંભવ મદદ સપા કરશે.


દુર્ઘટના બાદ દુષ્કર્મ પીડિતાના પિતરાઇ ભાઇએ દુર્ઘટનાની તપાસની માગ કરી છે. દુષ્કર્મ પીડિતાના પિતરાઇ ભાઇએ માર્ગ અકસ્માતની પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...