નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો છે. ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત મનાઈ રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે મને ખુબ આનંદ છે. આખરે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો. સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ હેઠળ તેને બ્લેક લિસ્ટમાં નાખવાના એક પ્રસ્તાવ પર ચીન દ્વારા ટેક્નિકલ રોક હટાવવામાં આવ્યા બાદ આ કાર્યવાહી થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન


સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેવાયેલા આ નિર્ણયની જાણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને કહી હતી. તેમણે જણાવ્યું કે, "આજે અત્યંત મહત્વની સફળતા મળી છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આજે એ ધ્યેયમાં સફળતા મળી છે."


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...