યોગી સરકારમાં કુલ 24 મંત્રી લેશે શપથ, 6 કેબિનેટ, 6 સ્વતંત્ર અને 12 રાજ્ય મંત્રી
યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારના સત્તામાં આવ્યાના લગભગ અઢી વર્ષ બાદ મંત્રીપરિષદનું પહેલું વિસતરણ થવા જઇ રહ્યું છે. સત્તાના રાજકારણની અટકળો વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ મળીને 24 મંત્રી શપથ ગ્રહણ કરશે
લખનઉ: યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારના સત્તામાં આવ્યાના લગભગ અઢી વર્ષ બાદ મંત્રીપરિષદનું પહેલું વિસતરણ થવા જઇ રહ્યું છે. સત્તાના રાજકારણની અટકળો વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ મળીને 24 મંત્રી શપથ ગ્રહણ કરશે. જેમાં 6 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 12 રાજ્ય મંત્રી નવા મંત્રી સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજભવનમાં શપથ ગ્રહણ માટે સંભવિત નવા મંત્રીઓ માટે 24 ખુર્શીઓ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો:- યોગી કેબિનેટ વિસ્તરણ Live: 5 કાલિદાસ માર્ગ પર CMને મળવા પહોંચ્યા સંભવિત મંત્રી
આ સાથે 5 કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રીના આવાસ પર સીએમ યોગીને મળવા સંભવિત મંત્રીઓ પહોંચ્યા છે. અત્યાર સુધી સીએમ યોગીને મળવા પહોંચેલા ધારાસભ્ય વિજય કશ્યપને તેમના મંત્રીમંડળમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અનિલ રાજભર પણ પહોંચ્યા છે.
જુઓ Live TV:-