UP: Firozabad માં રહસ્યમયી તાવનો કહેર, અત્યાર સુધી 50ના મોત, CM યોગીએ CMO ને પદથી હટાવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિરોઝાબાદ, આગરા, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં ગત એક અઠવાડિયાથી તાવ (Fever) ના કેસ ખૂબ વધી ગયા છે. લોકોને તાવ સાથે જ ડિહાઇડ્રેશન અને અચાનક પ્લેટલેટ ઓછા થવાની ફરિયાદ પણ થઇ રહી છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ (UP) ના ફિરોઝાબાદ અને આસપાસના જિલ્લામાં તાવ (Fever) થી લગભગ 40 લોકોના મોત થઇ ગયા છે. તેમાંથી લગભગ 40 મોત માત્ર ફિરોઝાબાદ જિલ્લામાં થયા છે. સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ કડક એક્શન લેતાં જિલ્લાના CMO નેતા કુલશ્રેષ્ઠને પદથી હટાવી દીધા છે. દિનેશ કુમારને નવા CMO બનાવવામાં આવ્યા છે.
ગત એક અઠવાડિયાથી વધી ગયા કોરોનાના કેસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિરોઝાબાદ, આગરા, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં ગત એક અઠવાડિયાથી તાવ (Fever) ના કેસ ખૂબ વધી ગયા છે. લોકોને તાવ સાથે જ ડિહાઇડ્રેશન અને અચાનક પ્લેટલેટ ઓછા થવાની ફરિયાદ પણ થઇ રહી છે.
સ્થિતિ જોતાં 11 વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમને દવા અને અન્ય જરૂરી સામનની સાથે ફિરોઝાબાદ મોકલવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ટીમ જિલ્લામાં કેમ્પ કરી રહી છે. મુખ્યમંત્રીના આદેશાનુસાર મેડિકલ કોલેજમાં ભરતી બાળકોની ફ્રી સારવાર થઇ રહી છે.
ફિરોઝાબાદ જિલ્લામાં સૌથી વધુ મોત
આગરાના મંડલ આયુક્ત અમિત ગુપ્તાએ કહ્યું કે ગત એક અઠવાડિયામાં ફિરોઝાબાદ જિલ્લામાં 40 લોકોના મોત થયા છે. તેમાંથી મોટાભાગના મોતનું કારણ ડેંગ્યૂ (Dengue) મળી આવ્યું છે. તેની સાથે જ ઘણા બીજા કારણો પણ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે સ્થિત પર નિયંત્રણ મેળવવા માટે સંબંધિત હોસ્પિટલોને પ્લેટલેટ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમો પણ સતત વિસ્તારોની મુલાકાત કરી રહી છે.
સીમ યોગીએ આપ્યા સફાઇ અભિયાનના નિર્દેશ
સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે યૂપીમાં 7 થી 16 ડિસેમ્બર સુધી દેખરેખ અને જાગૃતતા અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે ઘરે-ઘરે સર્વે કરાવીને તાવ (Fever) અને કોરોના પીડિતની ઓળખ કરે. જેથી સમય જતાં તેમની સારવાર શરૂ કરી શકે. આ સાથે જ તેમણે તમામ નગર પાલિકાઓને સફાઇ અભિયાન યોજનાને તેજ કરવાના નિર્દેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube