રાષ્ટ્રીય સમાચાર : કમલેશ તિવારી હત્યાકાંડ આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે.
લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે. આ દરમિયાન સંદિગ્ધ હત્યારાઓ શાહજહાપુરમાં જોવા મળ્યા છે. ત્યારબાદ એસટીએફએ હોટલો અને મદરેસાઓના વેઈટિંગ રૂમોમાં તાબડતોબ દરોડા પાડ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સંદિગ્ધ જોવા મળ્યા છે. હાલ એસટીએફ શાહજહાપુરમાં ડેરા જમાવીને બેઠા છે અને કડકાઈથી આરોપીઓની તપાસ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કમલેશ તિવારીની હત્યાના સંદિગ્ધ હત્યારાઓ લખીમપુર જિલ્લાના પલિયાથી ઈનોવા ગાડી બુક કરાવીને શાહજહાપુર પહોંચ્યા હતાં.
વધુ એક હિન્દુવાદી નેતાને મળી ધમકી, 'એક મહિનામાં તારા હાલ પણ કમલેશ તિવારી જેવા થશે'
સંદિગ્ધોનું લોકેશન શાહજહાપુર મળતા જ એસટીએફએ મોડી રાતે 4 વાગે અનેક હોટલો અને મદરેસાઓ તથા વેઈટિંગ રૂમો પર દરોડા પાડ્યાં. રેલવે સ્ટેશન પર હોટલ પેરેડાઈસમાં લાગેલા કેમેરાના સીટીટીવી ફૂટેજમાં બંને સંદિગ્ધ હત્યારાઓ જોવા મળ્યાં. બંને સંદિગ્ધોએ રેલવે સ્ટેશન પર ઈનોવા ગાડી છોડી દીધી અને પગપાળા રોડવેઝ બસ સ્ટેન્ડ તરફ જતા જોવા મળ્યા છે. એસટીએફએ ઈનોવા ગાડી કબ્જે કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંદિગ્ધ શાહજહાપુરમાં જ ક્યાક છૂપાયેલા છે. એસટીએફના દરોડાથી હોટલવાળા પણ સ્તબ્ધ છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...