Uttar Pradesh: BSP એ 54 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, CM યોગી સામે આ મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં
બહુજન સમાજ પાર્ટી (BSP) એ 54 ઉમેદવારોની સૂચિ જાહેર કરી દીધી છે. આ સૂચિમાં છઠ્ઠા તબક્કામાં જે બેઠકો માટે ચૂંટણી થવાની છે ત્યાંના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
લખનૌ: બહુજન સમાજ પાર્ટી (BSP) એ 54 ઉમેદવારોની સૂચિ જાહેર કરી દીધી છે. આ સૂચિમાં છઠ્ઠા તબક્કામાં જે બેઠકો માટે ચૂંટણી થવાની છે ત્યાંના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માયાવતીએ ખ્વાજા શમસુદ્દીનને મેદાનમાં ઉતાર્યા છે. મુસ્લિમ ઉમેદવાર ગોરખપુર સિટીથી સીએમ યોગી વિરુદ્ધ ચૂંટણી લડશે. એટલે કે બેઠક માટે કાંટાની ટક્કર થશે.
આ બેઠકોથી ઉમેદવારો જાહેર થયા
ગોરખપુર જિલ્લાની કેમ્પિયરગંજ વિધાનસભા બેઠકથી ચંદ્ર પ્રકાશ નિષાદ, પિપરાઈચ માટે દીપક અગ્રવાલ, ગોરખપુર શહેરથી ખ્વાજા શમસુદ્દીન, ગોરખપુર ગ્રામીણથી દારા સિંહ નિષાદ, સહજનવાથી શ્રીમતી અંજૂ સિંહ, ખજનીથી વિદ્યાસાગર, ચૌરી ચૌરાથી વિરેન્દ્ર પાંડે, બાંસગાવથી રામ નયન આઝાદ અને ચિલ્લૂપારથી રાજેન્દ્ર સિંહે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આંબેડકર નગર જિલ્લાની કટેહરી બેઠકથી પ્રતિક પાંડે, ટાન્ડાથી શ્રીમતી શબાના ખાતૂન, આલાપુરથી શ્રીમતી કેશરાદેવી ગૌતમ, જલાલપુરથી રાજેશકુમાર સિંહ અને અકબરપુરથી ચંદ્રપ્રકાશ વર્માને ટિકિટ અપાઈ છે.
3 માર્ચે થશે આ બેઠકો માટે ચૂંટણી
અત્રે જણાવવાનું કે ગોરખપુર, દેવરિયા, અને બલિયા સહિત જે જિલ્લાની 54 વિધાનસભા બઠકો માટે બસપાએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યાં 3 માર્ચના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચના રોજ મતગણતરી બાદ જાહેર કરાશે.
UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube