અનુજ મિશ્રા, લખનઉ: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનના એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. યુપી એટીએસ(UP ATS)એ દિલ્હીના જામિયા નગરમાં રહેતા બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકો આ ષડયંત્રમાં સામેલ હતા. યુપી એટીએસને ધર્મપરિવર્તનના ષડયંત્ર પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ફંડિંગના પાકા પુરાવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીમાં સુનિયોજિત રીતે કરાવવામાં આવી રહ્યું છે ધર્મ પરિવર્તન
ઉત્તર પ્રદેશમાં એડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2 જૂન 2021ના રોજ ડાસના સ્થિત એક મંદિરમાં બે લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશ કરી હતી. આ મામલે તેમને અટકમાં લેવાયા  હતા. આરોપીઓના નામ વિપુલ વિજયવર્ગીય અને કાશિફ છે. તેમની પૂછપરછ કરાઈ તો એવી માહિતી મળી કે એક મોટી ગેમ ખેલાઈ રહી છે જેમાં લોકોને સુનિયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. 


તેમણે વધુમાં કહ્યું કે તપાસમાં એક વ્યક્તિ ગૌતમનું નામ સામે આવ્યું છે. તે બાટલા હાઉસ જામિયા નગરનો રહીશ છે. તેણે પોતે પણ ધર્મ પરિવર્તન કર્યું છે. પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ બાદ તેમના સાથે જહાંગીર આલમની ધરપકડ થઈ છે. જેનાથી જાણવા મળ્યું છે કે તેમણે લગભગ 1000 લોકોને લાલચ આપી કે ડરાવી ધમકાવીને ધર્મ પરિવર્તન કરાવ્યું છે. 


Zomato Boy એ સાઈકલ પર સુપરફાસ્ટ સ્પીડથી પહોંચાડ્યો ઓર્ડર, ઈનામમાં મળી શાનદાર બાઈક


સમાજના મજબૂર લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે લખનઉ એટીએસએ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેના આધારે બે લોકોની ધરપકડ થઈ છે. જેમના નામ આવ્યા હતા. આ ઉપરાંત એક સંસ્થા અને અન્ય લોકોના પણ નામ સામે આવ્યા છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે દિવ્યાંગ બાળકો અને મહિલાઓનું પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાવીને તેમના લગ્ન અન્ય ધર્મના લોકો સાથે કરાવવામાં આવ્યા છે જેથી કરીને પોતાના ધર્મમાં તેઓ પાછી ફરે તેવી કોઈ શક્યતા ન રહે. 


Yoga day પર કોંગ્રેસના નેતાએ ॐ ના ઉચ્ચારણ વિશે કરેલી એક ટ્વીટથી વિવાદ ઊભો થયો, યોગગુરુ રામદેવે આપ્યો જવાબ


તેમણે કહ્યું કે આ લોકોએ નોઈડા, કાનપુર, મથુરા અને વારાણસી સહિત અન્ય કેટલીક જગ્યાઓ પર ધર્મ પરિવર્તન કરાવ્યું છે. દેશના અન્ય પ્રદેશોમાં પણ આ પ્રકારે રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. 


એ જ રીતે એક વિદ્યાર્થી આદિત્ય ગુપ્તા, જેના માતા પિતાની પણ પોલીસે પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું કે તેમણે તેમના બાળકના ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પરિજનોએ એમ પણ કહ્યું કે તેમનો બાળક મૂક બધિર છે. તેનું ધર્મ પરિવર્તન કરીને દક્ષિણ ભારતના કોઈ રાજ્યમાં લઈ જવાયો. આ અંગે તેમના મૂક બધિર બાળકે મોબાઈલ વીડિયો કોલથી જાણકારી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube