સ્વાતંત્ર સમારંભમાં ભાગદોડ, UP ભાજપ અધ્યક્ષની આંગળી કપાઇ ગઇ
ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષ અને પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સાથે મોટી દુર્ઘટના થઇ છે. મુજફ્ફરનગરનાં સર્કુલર રોડ પર સ્વાગત સમારંભ દરમિયાન સ્વતંત્રદેવસિંહના ડાબા હાથની નાની આંગળી કપાઇને હાથથી અલગ થઇ ગઇ હતી. ઘટના બાદ સ્વતંત્ર દેવસિંહને વર્ધમાન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળ પર ડીએમ,એસપી સહિત અને તમામ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે.
લખનઉ : ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષ અને પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સાથે મોટી દુર્ઘટના થઇ છે. મુજફ્ફરનગરનાં સર્કુલર રોડ પર સ્વાગત સમારંભ દરમિયાન સ્વતંત્રદેવસિંહના ડાબા હાથની નાની આંગળી કપાઇને હાથથી અલગ થઇ ગઇ હતી. ઘટના બાદ સ્વતંત્ર દેવસિંહને વર્ધમાન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળ પર ડીએમ,એસપી સહિત અને તમામ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે.
J&K: LoC પર ભારે ભરખમ તોપો તહેનાત કરી રહ્યું છે પાકિસ્તાન, સરહદે મોટા ષડયંત્રનો ખુલાસો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર સિંહ સોમવારે મુજફ્ફરનગરનાં સર્કુલર રોડ પર પહોંચ્યા હતા. ત્યારે જ કેટલાક મહિલા કાર્યકર્તાઓએ તેમનું સન્માન કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકર્તાઓને જોઇને સવતંત્રદેવ સિંહ ગાડીથી ઉતરી રહ્યા હતા. ત્યારે જ તેમના ડાબા હાથની નાની આંગળી કપાઇને હાથથી અલગ થઇ ગઇ હતી.
અમદાવાદ : બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, 3ના મોત
પરિવહન મંત્રિ સ્વતંત્ર દેવસિંહની આંગળી કપાયા બાદ કાર્યકર્તાઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. તત્કાલ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. જ્યાં તેમની સર્જરી ચાલી રહી છે. ઘટના સ્તળ પર તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સર્જરી બાદ સ્વતંત્ર દેવસિંહને લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે.
આતંકી હુમલાની દહેશતથી સોમનાથ અને અંબાજીમાં સુરક્ષા કડક કરાઈ
સ્વતંત્રદેવની આંગળી કપાયાનાં મુદ્દે અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે, ડાબા હાથની નાની આંગળીમાં ઇજા થઇ હતી. તેનાં ડોક્ટર જૈન સારવાર કરી રહ્યા છે. ડીએમ, એએસપી અને વરિષ્ઠ નેતાઓ તેમની સાથે છે. તેમની સારવાર સારી રીતે કરવામાં આવી રહી છે. ઇજા માટે સર્જરી જરૂરી હતી.