દેવરિયા : યૂપીના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે શનિવારે દેવરિયામાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે પણ વ્યક્તિ પોતાનાં બાળકોને શાળાએ ભણવા નથી મોકલતા, તેઓ તેને જેલ મોકલી આપશે. શનિવારે દિવ્યાંગોને ઉપકરણ વિતરણ કાર્યક્રમમાં પહોંચીને ઓપી રાજભરે મંચ પરથી કહ્યું કે, સરકાર પૈસા લગાવી રહી છે. પુસ્તક, બુક, બેગ, જુતા, મોજા અને ભોજન બધુ જ આપી રહી છે. સંવિધાનમાં પણ કાયદો છેકે 14 વર્ષ સુધીનાં બાળકો શાળએ જાય. જો કે વાલી પોતાનાં બાળકોને શાળાએ મોકલતા નથી. તેથી તેમને હવે અમે જેલમ મોકલીશું. અમે તેને જેલ મોકલી દઇશું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજભરે શનિવારે દેવરિયામાં 480 દિવ્યાંગોને ટ્રાઇસિકલ, કૃત્રીમ પગ, કૃત્રીમ હાથ અને સાંભળવાનું મશીન વહેંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમપ્રકાશ રાજભરે પહેલા પણ ઘણા વિવાદિત નિવેદન આપ્યા હતા. પહેલા તેમ પણ કહ્યું કે, યાદવ અને રાજપૂત સૌથી વધારે દારૂ પીવે છે. યૂપીની ભાજપ સરકારે ઘટક દળ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે 27 એપ્રીલે દારૂબંધીના સમર્થનની માંગ અંગે કહ્યું હતું કે દારૂ તો બધા પીવે છે પરંતુ યાદવ અને રાજપુત સૌથી વધારે પીવે છે. 

રાજભરે દારૂબંધીને જરૂરી ગણાવ્યું અને કહ્યું કે, દારૂથી સમાજને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. આ સાથે જ તેમણે મુલાયમ સિંહ યાદવના કોંગ્રેસ પર અપાયેલા નિવેદન અંગે વ્યંગ કરતા કહ્યું કે, તેમને ગઠબંધન મીઠુ લાગ્યું કે ખાટુ તે તો હવે તેઓ પોતે જ જાણે.