લખનઉઃ ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh) ના ગાઝિયાબાદમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ સાથે કથિત મારપીટ અને બળજબરી પૂર્વક ધાર્મિક નારા લગાવવાના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાયા છે. રાહુલ ગાંધીએ આ મામલામાં ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  (Yogi Adityanath) પલટવાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ ચાર અજાણ્યા લોકો પર ગાઝિયાબાદમાં સુમસામ પડેલા એક મકાનમાં લઈ જઈ તેને જય શ્રીરામના નારા લગાવવા માટે મજબૂર કરવા, માર મારવા અને દાઢી કાપવાનો આરોપ લગાવ્યો છે. ગાઝિયાબાદ પોલીસે આ આરોપોને નકારી દીધા છે. 


આ 2 લોકોએ ઇઝરાયલી દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા? NIA જારી કર્યા CCTV ફુટેજ


શું બોલી પોલીસ
ગાઝિયાબાદના એસએસપી અમિત પાઠકે કહ્યુ કે, બુલંદશહરના નિવાસી અબ્દુલ સમાજે પોતાની ફરિયાદમાં આ પ્રકારનો આરોપ લગાવ્યો નથી, જે વીડિયોમાં લગાવવામાં આવ્યો છે. પરંતુ પોલીસે સમદને તપાસમાં સામેલ થવા વારંવાર બોલાવ્યો, પરંતુ તે પોલીસ પાસે પરત આવ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube