લખનઉઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરૂવારે સાંજે દિલ્હીના પ્રવાસે પહોંચશે. પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફારની સાથે યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં બદલાવને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ દિલ્હી પ્રવાસ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે ગુરૂવારે અચાનક દિલ્હી જવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે. મુખ્યમંત્રીના અચાનક દિલ્હી પ્રવાસને લઈને લખનઉના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. તેઓ લખનઉથી ગાઝિયાબાદ અને પછી ત્યાંથી દિલ્હી માટે રવાના થશે. મુખ્યમંત્રી યોગી પહેલા યૂપી ભવન જશે. ત્યારબાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે. યોગી આદિત્યનાથના આ પ્રવાસને કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 


મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ આજે સાંજે દિલ્હીમાં ગાઝિયાબાદ અને નોઇડાના ભાજપના નેતાઓને મળશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરશે. મોડી સાંજે અમિત શાહ સાથે મુલાકાત થવાની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે સવારે 11 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. 


આ પણ વાંચોઃ Covid 19 Guidelines: 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર, જાણો વિગત


મુખ્યમંત્રી આજે દિલ્હી પહોંચશે. ત્યારબાદ શુક્રવારે પીએમ મોદી અને અન્ય મંત્રીઓ સાથે મુલાકાત કરવાના છે. તેઓ શુક્રવારે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શકે છે. તેમનો અચાનક દિલ્હી પ્રવાસ અનેક આશંકાઓ ઉભી કરી રહ્યો છે. 


પ્રધાનમંત્રીને સોંપશે રિપોર્ટ
લખનઉમાં બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ તથા સંગઠન મંત્રી સુનીલ બંસલની સાથે બેઠક બાદ તૈયાર કરાયેલા રિપોર્ટને આજે મુખ્યમંત્રી ભાજપ હાઈકમાન્ડને સોંપશે. આ સિવાય છેલ્લા એક મહિનાથી પંચાયત ચૂંટણીને લઈને આગામી રણનીતિ પર ચર્ચા કરશે. આગામી વર્ષના શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં ભાજપની પાસે સત્તામાં વાપસી કરવાનો મોટો પડકાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube