લખનૌ: ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે મહિલાઓ પર વધુ ફોકસ કર્યું હતું. અન્ય પક્ષોએ પણ અનેક મહિલાઓને તક આપી હતી પરંતુ મોટાભાગે પ્રદર્શન સારું રહ્યું નહીં. કોંગ્રેસના એક મહિલા ઉમેદવારને તો માત્ર સમ ખાવા પુરતા મત મળ્યા. અત્રે જણાવવાનું કે પાર્ટીએ હસ્તિનાપુર વિધાનસભા બેઠકથી અર્ચના ગૌતમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમનું પ્રદર્શન ખુબ જ નિરાશાનજક રહ્યું. તે ચૂંટણી હારી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા નંબરે રહી બિકિની ગર્લ
હસ્તિનાપુર વિધાનસભા બેઠકથી ભાજપના દિનેશ ખટીકે જીત મેળવી છે. જ્યારે બીજા નંબરે સમાજવાદી પાર્ટીના યોગેશ વર્મા રહ્યા. બિકિની ગર્લના નામે મશહૂર અર્ચના ગૌતમને માત્ર 1519 મત મળ્યા. જ્યારે ભાજપના દિનેશને એક લાખ 7 હજાર 87 મત મળ્યા. બીજા નંબરે રહેલા સમાજવાદી પાર્ટીના યોગેશ વર્માને એક લાખ 275 મત મળ્યા. 


UP Assembly Election: 'સાઈકલ' પંક્ચર કરીને 'કમળ' ખિલાવવામાં શું રહી માયાવતીની ભૂમિકા? 


2015માં થઈ હતી બોલીવુડમાં એન્ટ્રી
અર્ચના ગૌતમે મેરઠના IIMT થી BJMC કોર્સ કર્યો છે. તેણે વર્ષ 2015માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત તે અનેક ટીવી-પ્રિન્ટ જાહેરાતોમાં પણ કામ કરી ચૂકી છે. અર્ચનાની પહેલી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી હતી. ત્યારબાદ તે ફિલ્મ હસીના પાર્કર, બારાત કંપની, જંકશન વારાણસીમાં પણ જોવા મળી હતી. હિન્દી ફિલ્મોની સાથે સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 


Election Result 2022: ચાર રાજ્યોમાં ભાજપ તો એકમાં આપને મળી સત્તા, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી


મ્યૂઝિક વીડિયોઝમાં કર્યું કામ
રાજકારણમાં નિષ્ફળ ગયેલી અર્ચનાએ અનેક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. જો કે તેની ફિલ્મી કરિયર તો ફ્લોપ રહી. તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી શકી નહીં. અર્ચના ગૌતમ યુપીના મેરઠની છે. તેનો જન્મ 1 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો. અભિનય બાદ અર્ચનાએ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને ગત વર્ષ નવેમ્બરમાં તેણે કોંગ્રેસ જોઈન કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube