નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં થયેલા કોંગ્રેસના પરાજયની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશના કેટલાક નેતાઓ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થઈ ગયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેટલાક નેતાઓએ ટિકિટની વહેંચણીના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને રાજ્યમાં પરાજયનો ઠીકરો કોંગ્રેસના સિનિયર નેતાઓના માથે ફોડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી માટે બનાવાયેલા વિશેષ કક્ષ 15, ગુરૂદ્વારા રકબગંજ રોડ ખાતે કોંગ્રેસના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મીટિંગ પુરી થઈ ગયા પછી બહારના ભાગમાં પણ આ નેતાઓ વચ્ચે દલીલબાજી ચાલુ રહી હતી. 


દેશનો પ્રથમ કિસ્સોઃ વિમાન હાઈજેકિંગની ધમકી આપનારા વ્યવસાયીને જન્મટીપની સજા 


આ સાથે જ વિવિધ રાજ્યોમાં પણ યોજાયેલી સમીક્ષા બેઠકો દરમિયાન કોંગ્રેસના નેતાઓ અંદરો-અંદર બાખડી પડ્યાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 25 મેના રોજ કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં રાજીનામું આપી દીધું હતું. જોકે, સમિતિ દ્વારા તેમનું રાજીનામું ફગાવી દેવાયું હતું, પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડી દેવાની જીદ પર અડેલા છે. 


આ વર્ષે હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આથી કોંગ્રેસના અંદર એક એવી ચર્ચા ચાલી રહી છે કે, જો રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદ તરીકે રહેવાનો ઈનકાર કરે તો નિર્ણય લેવા માટે પાર્ટીમાં એક વચગાળાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....