નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન રેકેટ (UP Conversion Racket) ના માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ (Umar Gautam) નો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેણે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેણે પોતે દિલ્હીની જામિયા સ્થિત ઈસ્લામિક દવાહ સેન્ટર (Islamic Dawah Centre) માં 1000 લોકોને ધર્માંતરણ સંબંધિત ડોક્યૂમેન્ટ જારી કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'દર મહિને 15થી વધુ લોકોનું ધર્મ પરિવર્તન'
વીડિયોમાં ઉમર ગૌતમે દાવો કર્યો છે કે ઈસ્લામિક દવાહ સેન્ટર(IDC) માં દર મહિને લગભગ 15થી વધુ લોકોના ધર્માંતરણ સંબંધિત દસ્તાવેજ તૈયાર થાય છે. આ સાથે જ તેમને એ પણ જણાવવામાં આવે છે કે ઈસ્લામિક દવાહ સેન્ટરમાં પોલેન્ડ, ઈંગ્લેન્ડ, સિંગાપુર અને અમેરિકાના લોકોનું પણ ધર્મ પરિવર્તન થયું છે. 


ધર્મ બદલનારાઓને લીગલ અને મોરલ સપોર્ટનો દાવો
વીડિયોમાં ઉમર ગૌતમ કહે છે કે તેણે ગોરખપુરના યાદવ પરિવારના વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ મોહમ્મદ ઉસ્માન રાખ્યું. અમારી કોશિશ છે કે જે લોકો ઈસ્લામ કબૂલ કરે છે તેમને લીગલ અને મોરલ સપોર્ટ આપવામાં આવે. વીડિયોમાં ઉમરે કાનપુરની એક યુવતીનો પણ ઉલ્લેખ કર્યો છે જેણે તેનાથી પ્રભાવિત થઈને ઈસ્લામ કબૂલ કર્યો. 


7 દિવસના રિમાન્ડ પર ઉમર ગૌતમ
અત્રે જણાવવાનું કે ધર્મ પરિવર્તન રેકેટ (Conversion Racket) મામલે ઉમર ગૌતમ અને જહાંગીરની દિલ્હીના જામિયા નગરથી ધરપકડ થઈ હતી. યુપી એટીએસને ઉમર અને જહાંગીર બંનેના સાત દિવસના રિમાન્ડ મળી ગયા છે. 


લાલચ આપીને કરાવતા હતા ધર્મ પરિવર્તન
યુપી પોલીસના ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં અનેક મોટા ખુલાસા થયા છે. કહેવાયું છે કે નોઈડા ડેફ સોસાયટીમાં ભણતા 12-15 મૂક બધિર યુવકોને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ રેકેટ દ્વારા બહેરા અને મુંગા યુવાઓને ટારગેટ કરવામાં આવી રહ્યા હતા. એટીએસના જણાવ્યાં મુજબ ઉમર અને જહાંગીરે અત્યાર સુધીમાં ગરીબ મહિલાઓ સાથે મૂક બધિર બાળકો અને દિવ્યાંગો મળીને 1000થી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. બંને લાલચ ઉપરાંત ડરાવી ધમકાવીને પણ ધર્મ પરિવર્તન કરાવતા હતા. 


UP: ગગન કેવી રીતે બની ગયો મુસ્લિમ? ઘરના મંદિર તોડ્યા અને માતાને કહ્યું-તમે પણ અપનાવો ઈસ્લામ


આ દેશોમાંથી વિદેશી ફંડિંગની આશંકા
રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે Islamic Dawah Centre (IDC) ને સંયુક્ત રાજ્ય અમેરિકા, કતાર, કુવૈત વગેરેમાં સ્થિત બીન સરકારી સંગઠનોથી વિદેશી ફંડિંગની આશંકા છે. ધનને ફાતિમા ચેરિટેબલ ફાઉન્ડેશન (દિલ્હી), લખનૌના અલ હસન એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન સહિત અનેક ભારત-ધારારિત એફસીઆરએ રજિસ્ટર્ડ બીન સરકારી સંગઠનોના માધ્યમથી આઈડીસીમાં મોકલવામાં આવે છે. જેમાં મેવાત ટ્રસ્ટ ફોર એજ્યુકેશનલ વેલફેર (ફરીદાબાદ), મરકઝુલ મારીફ (મુંબઈ), અને હ્યુમન સોલિડેરિટી ફાઉન્ડેશન (દિલ્હી) પણ સામેલ છે. ઉમર ગૌતમે એઆઈયુડીએફના સાંસદ બદરૂદ્દીન અજમલ દ્વારા ફંડિંગ થયું હોવાનો પણ દાવો કર્યો છે. 


જુઓ ચોંકાવનારો Video


Corona Update: દેશમાં વળી પાછા નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ


ઈરફાન શેખ આપતો હતો મૂક બધિરોની ડિટેલ
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં અનુવાદક તરીકે કાર્યરત ઈરફાન શેખ આઈડીસીને જરૂરિયાતમંદ મૂક બધિર યુવાઓ અને મહિલાઓની ડિટેલ આપતો હતો. જેમને આર્થિક મદદ આપીને ધર્મ પરિવર્તન માટે ટારગેટ કરાતા હતા. આઈડીસીના કતાર સ્થિત સલાફી ઉપદેશક ડો. બિલાલ  ફિલિપ્સ દ્વારા સ્થાપિત ઈસ્લામિક ઓનલાઈન વિશ્વવિદ્યાલય સાથે સંબંધ છે જે ઝાકિર નાઈકના સહયોગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube