પવન સિંહ/લખનઉ :  ઉત્તરપ્રદેશ પોલીસની ઇમરજન્સી સર્વિસ Dial 112 નાં વ્હોટ્સ એપ નંબર પર એક મેસેજ મોકલીને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 50 અલગ અલગ સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. જેમાં Dial 112 નું બિલ્ડિંગ પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગરા 97 વર્ષના વૃદ્ધે બે કોરોનાનાં મોત, આ દવાની મદદથી જીત્યો જંગ

પોલીસના અનુસાર મેસેજમાં લખવામાં આવ્યું છે કે, અમે સમગ્ર ઉત્તરપ્રદેશમાં વિસ્ફોટ કરીશું અને સરકાર જોતી રહેશે. આ ધમકીના મેસેજ બાદ મુખ્યમંત્રી આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસની આસપાસ વીઆઇપી વિસ્તારોમાં પણ સધન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. 


નક્શા પર વિવાદ વચ્ચે નેપાળ તરફથી ફાયરિંગ, 1નું મોત 3 લોકો ઘાયલ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં મહારાષ્ટ્રનાં મુંબઇ અને પુણાથી બે યુવકોને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી નાખવાની ધમકી મોકલવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર એટીએસ અને યૂપી એસટીએફ દ્વારા આ મુદ્દે બે યુવક વહાબ અને કામરાન અમીનની ધરપકડ કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube