UP Election Phase 6 Live Updates: 10 જિલ્લાની 57 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું- `અમે 300થી વધુ બેઠકો જીતીશું`
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. મતદાન પર નજર રાખવા માટે ચૂંટણી પંચે 56 સામાન્ય પ્રેક્ષક, 10 પોલીસ પ્રેક્ષક અને 18 વ્યય પ્રેક્ષક તૈનાત કર્યા છે. આ ઉપરાંત 1680 મેજિસ્ટ્રેટ, 228 ઝોનલ મેજિસ્ટ્રેટ, 173 સ્ટેટિક મેજિસ્ટ્રેટ તથા 2137 માઈક્રો ઓબ્ઝર્વર પણ તૈનાત કર્યા છે. રાજ્ય સ્તરે એક વરિષ્ઠ સામાન્ય પ્રેક્ષક, એક વરિષ્ઠ પોલીસ પ્રેક્ષક અને બે વરિષ્ઠ વ્યય પ્રક્ષક પણ તૈનાત કરવામાં આવ્યા છે.
યુપી સરકારમાં મંત્રી જય પ્રતાપ સિંહે કર્યું મતદાન
યુપી સરકારમાં મંત્રી જય પ્રતાપ સિંહે સિદ્ધાર્થનગરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે અમે 300 કરતા વધુ બેઠકો જીતીશું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube