ગોરખપુરઃ Uttar Pradesh Assembly Elections 2022: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  (Yogi Adityanath) ના ઉમેદવારી પત્ર ભરતા પહેલા આજે ગોરખપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  (Amit Shah) એક જનસભાને સંબોધિત કરી હતી. અમિત શાહે યુપીમાં એકવાર ભરી ભાજપ માટે 300 પારનો હુંકાર ભર્યો છે. અમિત શાહે કહ્યુ કે, આજે ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં ફરી એકવાર ભાજપ ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું છે. જનસભાને સંબોધન કર્યા બાદ યોગી આદિત્યનાથે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે અમિત શાહ હાજર રહ્યા હતા. 


અમિત શાહે કહ્યુ, 2014, 2017 અને 2019 ત્રણ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જનતાએ મોદીજીના નેતૃત્વમાં યુપીના વિકાસનો રસ્તો તૈયાર કરી પ્રચંડ બહુમત આપ્યો છે. આજે યોગીજીની ઉમેદવારી નોંધાવવાની સાથે એકવાર ફરી ભાજપ 300ને પારના સંકલ્પ સાથે યૂપીમાં આગળ વધી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube