UP Election 2022 LIVE: આજે અંતિમ તબક્કાની ચૂંટણી, 1 વાગ્યા સુધીમાં કુલ 9 જિલ્લાની 54 બેઠકો પર 35.51% મતદાન
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજે અંતિમ તબક્કાની લડાઈનો દિવસ છે. આજે યુપીના ચૂંટણી અભિયાનના અંતિમ તબક્કા માટે મતદાન થશે. સૌ કોઈની નજર યુપીની ચૂંટણીઓ પર છે. કારણકે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે યુપીમાં જનતાનો જનમત તમારી પાસે હોવો આવશ્યક છે. તેથી 2024 યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલાં યુપી વિધાનસભાની ચૂંટણીને ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ ગણવામાં આવે છે. આજે અંતિમ તબક્કાની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં કુલ 9 જિલ્લાની 54 બેઠકો પર 35.51% મતદાન થયું છે.
જેના આજે યુપી વિધાનસભાની ચૂંટણીમાં 9 જિલ્લામાં મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે આજે ઉત્તર પ્રદેશમાં લોકશાહીના મહાન બલિદાનની પૂર્ણાહુતિનો દિવસ છે. હું તમામ મતદારોને વિધાનસભાની ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું.
સાથે જ યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પણ જનતાના આશીર્વાદ લેવા ટ્વીટ કરીને વિનંતી કરી. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને યુપી ચૂંટણીના આજના અંતિમ તબક્કાના મતદાનમાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી. ચૂંટણી પ્રચારમાં વિંધ્યાચલ મંદિરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પ્રભારી અરુણ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રી બ્રજેશ પાઠક સહિત ડઝનબદ્ધ કદાવર નેતાઓએ માથું ટેક્યું હતું. 331 કરોડના બજેટથી બની રહેલા વિંધ્યાચલ કોરિડોરનો આકાર અષ્ટભૂજીય હશે. વિંધ્યાચલ અને કાશી વિશ્વનાથ કોરિડોરને રો-રો બોટના માધ્યમથી જોડવાની યોજના પણ બનાવી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, વિંધ્યાચલ કોરિડોર અને કાશી કોરિડોરના માધ્યમથી ભાજપા વિકાસથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મોડલનું શ્રેય લઈને 2022 અને પછી 2024ની ચૂંટણી જીતવાની તૈયારી કરી રહી છે.
વારાણસી સહિત પૂર્વાંચલના 9 જિલ્લામાં સાત માર્ચે એટલેકે આજે અંતિમ તબક્કામાં મતદાન યોજાશે. 2017ની ચૂંટણીમાં ભાજપા 29, સપા 11, બસપા 6, અપના દલ 4, સુભાસપા 3 અને નિષાદ પાર્ટી 1 સીટ પર જીતી હતી. આ તબક્કામાં 613 ઉમેદવાર મેદાનમાં છે. આ અંતિમ તબક્કામાં હિન્દુત્વ સૌથી મોટો મુદ્દો છે. ભાજપા આ તબક્કામાં મિર્ઝાપુરમાં સ્થિત વિંધ્યાચલ કોરિડોર અને વારાણસી ખાતે કાશી વિશ્વનાથ કોરિડોરનો ફાયદો લઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેલિઓમાં ભૂતકાળની સરકારો પર યુપીમાં ધાર્મિક સ્થળોની ઉપેક્ષા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. કૉંગ્રેસના નગર અધ્યક્ષ રાજન પાઠકે મિર્ઝાપુરના ડીએમને આવેદનપત્ર આપીને આઠગણું વળતર, સંરક્ષણ સહિત અનેક માગણીઓ મુકી હતી. તેમનો આરોપ છે કે, કોઈ પણ મુદ્દે વિચાર કરાયો નથી.
મિર્ઝાપુરમાં પાંચ વિધાનસભા સીટ છે. મિર્ઝાપુર નગર, છાનબે, મઝવાં, મડિહાન અને ચુનાર. છેલ્લી ચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપા અને તેના સાથી પક્ષો જીત્યા હતા. આ વખતે આ ગઢ બચાવો પડકાર છે. સૌથી ચર્ચિત મિર્ઝાપુર નગર વિધાનસભા સીટ છે. રાજનાથ સિંહ પ્રથમ વખત 1977માં આ સીટથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 2012માં સપાના કૈલાશનાથ ચોરસિયા જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં ભાજપના રત્નાકર મિશ્રાએ સપાના કૈલાશ ચોરિસિયાને 57,412 વોટના અંતરથી હરાવ્યા હતા. આ વખતે પણ તેમની વચ્ચે જ ટક્કર છે.