લખનઉ: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (UP Eleciton 2022) માટે કોંગ્રેસે કમર કસી લીધી છે અને તેના માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોરચો પોતાના હાથમાં લીધો છે. યુપી ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી ચૂકેલી પ્રિયંકા ગાંધીએ વધુ એક મોટો દાવ ખેલ્યો છે અને આશા વર્કર્સ તથા આંગણવાડી કાર્યકર્તા (Asha and Anganwadi Workers) માટે મોટી જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશા અને આંગણવાડી વર્કર્સને 10 હજાર માનદ વેતન
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને દાવો કર્યો કે શાહજહાંપુરમાં પોતાની માંગને લઇને સીએમને મળવા જઇ રહેલી આશા વર્કરને પોલીસે મારી. વીડિયો શેર કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું 'ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આશા બહેનો પર કરવામાં આવેલા એક એક પ્રહાર તેમના દ્રારા કરવામાં આવેલા કાર્યોના અપમાનના હકદાર છે અને આ લડાઇમાં તેમની સાથે છું, 'તેમણે આગળ લખ્યું 'કોંગ્રેસ પાર્ટી બહેનોના માનદેયના હક અને તેમના સન્માન પ્રત્યે પ્રતિબદ્ધ છે અને સરકાર બનવા પર આશા બહેનો તથા આંગણવાડીકર્મીઓ 10,000 રૂપિયા પ્રતિમાહનું ભથ્થું આપશે. 

Vi નો જોરદાર Plan! દરરોજ મળશે 4GB ઇન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ અને આટલા Benefits


મહિલાઓ માટે કોંગ્રેસે કરી મોટી જાહેરાતો
આ પહેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ જણાવ્યું કે કોંગ્રેસે મહિલાઓ માટે એક અલગ ચૂંટણી ઢંઢેરો  (Congress Manifesto for UP Election) તૈયાર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ કહ્યું હતું, 'ઉત્તર પ્રદેશની મારી વ્હાલી બહેનો, તેમનો દરેક દિવસ સંઘર્ષોથી ભરેલો રહે છે. કોંગ્રેસ પાટી તેને સમજતાં તેમના માટે એક અલગ મહિલા ચૂંટણી ઢંઢેરો કર્યો છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનતાં જ વર્ષમાં 3 સિલિન્ડર મફત આપવામાં આવશે. પ્રદેશની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત યાત્રા રહેશે. 


સરકારી જગ્યાઓ પર 40 ટકા મહિલાઓની નિયુક્તિ
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આશા અને આંગણવાડીની મારી બહેનોને દર મહિને 10 હજાર રૂપિયાનું ભથ્થું મળશે. નવા સરકારી પદો પર અનામતની જોગવાઇ અનુસાર 40 ટકા પદો પર મહિલાઓની નિમણૂક કરવામાં આવશે. વૃદ્ધા વિધવા પેંશન 1000 રૂપિયા પ્રતિ માહ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશની ધરતીની વીરાંગનાઓ નામ પર પ્રદેશભરમાં 75 માન્યતા પ્રાપ્ત વિદ્યાલય શરૂ કરવામાં આવશે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાને આપશે. વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને સ્કૂટી આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube