UP: સપા પ્રવક્તાએ યુપી BJP અધ્યક્ષને તાળું મોકલ્યું, ત્રણ ચાવી દ્વારા આ 3 નેતાને આપ્યો સંદેશ
ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય તથા સત્તાધારી પક્ષના અન્ય બે વિધાયકોના રાજીનામા બાદ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ પી સિંહે પ્રદેશ ભાજપ અધ્યક્ષને ચૂંટણી બાદ પાર્ટી મુખ્યાલય પર લગાવવા માટે તાળું મોકલ્યું છે.
લખનૌ: ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય તથા સત્તાધારી પક્ષના અન્ય બે વિધાયકોના રાજીનામા બાદ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ પી સિંહે પ્રદેશ ભાજપ અધ્યક્ષને ચૂંટણી બાદ પાર્ટી મુખ્યાલય પર લગાવવા માટે તાળું મોકલ્યું છે. સિંહે મંગળવારે કહ્યું કે તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ તથા અન્ય બે પાર્ટી નેતાઓને તાળા મોકલ્યા છે કારણ કે 10 માર્ચે વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ તેઓ પાર્ટી મુખ્યાલય પર તાળા મારી ઘરે જઈ શકે.
સત્તા પક્ષ પર દબાણ બનાવવાની કોશિશ
તેમણે ભાજપનો સાથ છોડી ચૂકેલા નેતાઓનો ઉલ્લેખ કરતા શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું કે ઓમ પ્રકાશ રાજભર, રાજમાતા કૃષ્ણા પટેલ, સંજય ચૌહાણ અને હવે સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટી સાથે છે. મે ભાજપ મુખ્યાલય પર સ્વતંત્ર દેવ સિંહજીને એક તાળું ભેટ સ્વરૂપે મોકલ્યું છે. 10 માર્ચ બાદ લગાવીને ઘરે આવી જજો, લહેર નહીં હવે સપાની આંધી ચાલી રહી છે.
Assembly Elections 2022: દેશમાં રાજકીય પક્ષોની સંખ્યા કેટલી છે? ADR નો રિપોર્ટ જાણીને ચોંકશો
ત્રણ નેતાઓ માટે ત્રણ ચાવી
સિંહે તાળાની એક તસવીર પણ શેર કરી છે. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે આ તાળાની સાથે ત્રણ ચાવી પણ છે જે ક્રમશ: સ્વતંત્ર દેવ સિંહ, સુનીલ બંસલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુવિધા મુજબ પોત પોતાના ઉપયોગમાં લઈ શકે છે.
તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે તાળું અલીગઢનું હોવું જોઈએ તે ભાઈઓને જણાવવાનું હતું કે તાળું 'હરીસન લોક્સ' અલીગઢનું જ છે. નફરતની દુકાનોને મજબૂતાઈથી લોક કરી દેશે.
એક કોન્સ્ટેબલની સંપત્તિ જોઈને અધિકારીઓના હોશ ઉડ્યા, આલિશાન ઘર, છત પર સ્વીમિંગ પૂલ
રાજીનામા બાદ તાબડતોડ ટ્વીટ
સપા પ્રવક્તા આઈ પી સિંહે આ ટિપ્પણી પ્રદેશના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય તથા તિંદવારીથી ભાજપના ધારાસભ્ય વૃજેશ પ્રજાપતિ, શાહજહાંપુરની તિલહર સીટથી પાર્ટી વિધાયક રોશનલાલ વર્મા તથા કાનપુર દેહાતની બિલ્હોર સીટથી ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરના રાજીનામા આપ્યા બાદ કરી છે.
રાજીનામા પહેલા સપા પ્રવક્તાએ આપ્યા હતા સંકેત
અત્રે જણાવવાનું કે સ્વામી પ્રસાદ મૌર્યના આ નિર્ણયના બરાબર 26 કલાક પહેલા સમાજવાદી પાર્ટીના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મામલો 15 અને 85નો છે કારણ કે સમાજવાદી અને આંબેડકરવાદી એક સાથે આવી ગયા છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મૌર્ય દ્વારા રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી આપ્યા બાદ અધિકૃત હેન્ડલથી કરાયેલી ટ્વીટમાં મૌર્ય સાથે પોતાની એક તસવીર ટ્વીટ કરીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube