નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. યુપી વિધાનસભા ચૂંટણીની તમામ તાજા અપડેટ.....


પક્ષ લીડ જીત
ભાજપ+ 265  
સપા + 133  
બસપા+ 02  
કોંગ્રેસ 01  
અધર્સ 02  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલડોઝર આગળ કઈ ન આવી શકે- હેમા માલિની
યુપીના મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે અમને પહેલેથી જ ખબર હતી કે અમારી સરકાર બનશે. અમે વિકાસના દરેક પહેલું માટે કામ કર્યું છે. આ જ કારણ છે કે જનતા અમારા પર ભરોસો કરે છે. બુલડોઝર સામે કઈ પણ આવી શકે નહીં. કારણ કે તે એક મિનિટમાં બધુ ખતમ કરી શકે છે. પછી ભલે સાઈકલ હોય કે બીજુ કઈ. તેમણે વધુમાં કહ્યું કે મોંઘવારી આગળ પાછળ થતી રહે છે. કોઈ પણ સરકાર આવે તો, મુદ્દો એ છે કે મહિલાઓને સુરક્ષા આપી રહ્યા છે કે નહીં, મહિલાઓ પહેલાની સરકારમાં ખુબ પરેશાન હતી. હવે મહિલાઓ સુરક્ષિત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube