લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સ્પષ્ટ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરી રહી છે. ટ્રેન્ડ અને પરિણામમાં આ વાત સ્પષ્ટ થઈ ચુકી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી 260થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપની જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉ પાર્ટી કાર્યાલય પર પહોંચ્યા હતા. અહીં પહોંચીને યોગી આદિત્યનાથે સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં ચાર રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે. પીએમ મોદીના વિકાસ અને સુશાસનને ફરી જનતાએ પોતાના આશીર્વાદ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રચંડ જીત માટે જનતાનો આભારઃ યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે યુપીમાં મોટી જીત માટે પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ કે, ઉત્તર પ્રદેશ સૌથી મોટુ રાજ્ય છે, આ કારણે ઉત્તર પ્રદેશ પર દેશ અને દુનિયાની નજર હતી. આજે ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાર્ટીઓ પ્રચંડ જીત સાથે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ફરી સત્તામાં આવ્યા છે. આ પ્રચંડ બહુમત માટે ઉત્તર પ્રદેશની જનતાનો દિલથી આભાર. મુખ્યમંત્રીએ કહ્યુ કે, મતદાન બાદ બે દિવસથી ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. આ દરમિયાન તેમણે શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચ, યુપી પોલીસનો પણ આભાર માન્યો હતો. 


લોકોની આશા પર કામ કરવું પડશેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, આ પ્રચંડ બહુમત ભાજપને રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનના મોડલને ઉત્તર પ્રદેશની 25 કરોડ જનતાના આશીર્વાદ છે. આ આશીર્વાદનો સ્વીકાર કરતા અમે લોકોની આકાંક્ષાઓ અનુરૂપ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને બધાના પ્રયાસથી આગળ વધારવા પડશે. તમે જોયું કે ભાજપની ડબલ એન્જિન સરકાર છેલ્લા પાંચ વર્ષથી પ્રદેશના વિકાસ માટે કામ કરી રહી છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં વિકાસ કાર્યોને આગળ વધારવાનું કામ કર્યું છે. આજનું પરિણામમાં જનતાએ જાતિવાદ, પરિવારવાદ અને વંશવાદની રાજનીતિને નકારી છે. 


5 વર્ષના કામનું પરિણામ
ચૂંટણીમાં મહા જીત મળ્યા બાદ જનતાને સંબોધન કરતા યોગી આદિત્યનાથે કહ્યુ કે, ડબલ એન્જિન સરકારે પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં સુરક્ષાનો માહોલ બનાવ્યો છે. ગરીબોને અનેક યોજનાનો લાભ પહોંચાડ્યો, તેનું આ પરિણામ છે. જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 


લખનઉ પાર્ટી ઓફિસમાં મોટા નેતાઓ રહ્યા હાજર
ભારતીય જનતા પાર્ટીની લખનઉ ઓફિસમાં જશ્નનો માહોલ છે. યોગી આદિત્યનાથના સંબોધન દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેશવ પ્રસાદ મૌર્ય અને સહયોગી નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ પણ હાજર રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube