નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. યુપીના રાજકારણના બે મોટા ચહેરા યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મધરાતે ટ્વિટર વોર જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પછી એક અનેક ટ્વીટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. ત્યારબાદ કેજરીવાલે તેનો જવાબ પોતાના અંદાજમાં આપ્યો. યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે કેજરીવાલને તો ખોટું બોલવામાં મહારથ હાંસલ છે. જ્યારે આખો દેશ આદરણીય પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે કેજરીવાલે પ્રવાસી મજૂરોને દિલ્હીથી બહારનો રસ્તો દેખાડી દીધો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube