નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર જીત મેળવી રહેલી AIMIM પાર્ટીએ UP ની 2 પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહાની જન અધિકાર પાર્ટી અને ભારત મુક્તિ મોરચા સાથે જોડાણની જાહેરાત કરી હતી.


2 મુખ્યમંત્રીનો આપ્યો વિશ્વાસ
ઓવૈસીએ કહ્યું, 'જો આ ગઠબંધન સત્તામાં આવશે તો 2 મુખ્યમંત્રી હશે, જેમાં એક OBC સમુદાયનો અને બીજો દલિત સમુદાયનો હશે. આ સિવાય ગઠબંધનમાંથી 3 નાયબ મુખ્યમંત્રી હશે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકોને પણ સામેલ કરવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube