લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીએ તાજેતરમાં 172 સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હવે બાકીની 231 બેઠકો પર પણ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી બીજેપી કોર ગ્રુપની બેઠકમાં થશે સીટો પર મંથન 
બાકીની 231 સીટો પર ચર્ચા કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ સોમવારે દિલ્હી જઈ રહ્યા છે. અહીં તેઓ યુપી બીજેપી કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેશે. તેમની સાથે રાજ્યના બંને ડેપ્યુટી સીએમ, યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહાસચિવ સુનીલ બંસલ પણ હાજર રહેશે.


સીએમ યોગી ગોરખપુરથી લડશે ચૂંટણી
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર સીટ પરથી ચૂંટણી લડશે. બીજી તરફ કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજની સિરાથુ સીટ પરથી ઉમેદવાર હશે. પ્રથમ તબક્કા માટે 58માંથી 57 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બીજા તબક્કા માટે 55માંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.


21 નવા ચહેરાઓને આપવામાં આવી તક 
107 બેઠકોમાંથી 83 પર ભાજપના ધારાસભ્યો હતા, 63 ધારાસભ્યોને ફરી તક મળી છે. તો બીજી તરફ આ વખતે 21 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. 20 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. પંકજ સિંહ નોઈડાથી, શ્રીકાંત શર્મા મથુરાથી અને મૃગંકા સિંહ કૈરાનાથી ચૂંટણી લડશે. આ સિવાય સંગીત સોમ સરથાણાથી ઉમેદવાર હશે. આગ્રા ગ્રામીણથી બેબી રાની મૌર્ય, મેરઠથી કમલ દત્ત શર્મા, દેવબંદથી બ્રિજેશ સિંહ રાવત, રામપુર મણિહરનથી દેવેન્દ્ર,કુંદરકીથી કમલ પ્રજાપતિ, અમરોહાથી મોહન કુમાર લોધી, રામપુરથી આકાશ સક્સેના અને ગાઝિયાબાદ શહેર સીટથી અતુલ ગર્ગ ઉમેદવાર હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube