નવી દિલ્હી/ લખનઉ (વિનોદ મિશ્રા): ઉત્તર પ્રદેશ સરકારે પહેલાની સમાજવાદી પાર્ટીની સરકારના સમયે મૂળભૂત શિક્ષણ વિભાગમાં આવેલી 4 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી રદ કરી છે. સરકારનું કહેવું છે કે પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ કરતા વધુ સંખ્યામાં ઉર્દૂ શિક્ષક છે. માટે હવે વધુ ઉર્દૂ શિક્ષકોની જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિક મુખ્ય સચિવ મૂળભૂત શિક્ષા ડૉ. પ્રભાત કુમારની તરફથી ભરતીને રદ કરવા માટે આદેશ જાહેર કર્યો છે. અખિલેશ સરકારે 15 ડિસેમ્બર 2016માં 4 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી શરૂ કરી હતી. તેના માટે પ્રાથમિક સ્કૂલોમાં મદદનીશ શિક્ષકોની 16,406 ખાલ જગ્યામાંથી 4 હજાર જગ્યા પર મદદનીશ શિક્ષકો ઉર્દૂ ભાષાની જગ્યામાં બદલવામાં આવ્યા હતા.


આ પહેલા અખિલેશ સરકારે પોતાના શાસનકાળમાં ત્રણ વખત ઉર્દૂ શિક્ષકોની ભરતી કરી હતી. જેમાં કાઉન્સિલ શાળાઓમાં લગભગ 7 હજાર ઉર્દૂ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી. પ્રથમ વખત 2013માં ઉર્દૂ શિક્ષકોની ભરતી માટે 4280 જગ્યાની જાહેરાત કરી હતી. ત્યાર પછી તેમનામાંથી મુખ્ય જગ્યામાં ભરતી માટે 2014માં બીજીવાર ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. જ્યારે ત્રીજીવાર ઉર્દૂ શિક્ષકોને 3500 જગ્યા માટે 2016માં આદેશ કર્યો હતો. 4000 ઉર્દૂ શિક્ષકોની ભરતી માટે આદેશ અખિલેશ સરકારે સરકાર જવાના પહેલા ડિસેમ્બર મહિનામાં આપ્યો હતો.


મળતી જાણકારી અનુસાર, ભરતી માટે 9 જાન્યૂઆરી 2017 સુધી ઉમેદવારો પાસેથી આવેદન પત્ર લેવામાં આવ્યા હતા. પસંદ કરેલા ઉમેદવારોની યાદી જિલ્લામાં મોકલી દેવામાં આવી હતી અને કાઉન્સિલીંગની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. કાઉન્સિલીંગ થવાના પહેલા જ માર્ચ 2017માં પ્રદેશમાં સત્તા પરિવર્તન થવાના કારણે યોગી સરકારે ઉર્દૂ શિક્ષકોની ભરતી પ્રક્રિયા રોકી દીધી હતી. આ પ્રક્રિયા ત્યારથી રોકવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટે સરકારને બે મહિનામાં ભરતી પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ આપ્યો હતો.


ત્યારે, ઉમેદવારોનું કહેવું હતું કે સરકારનો આ નિર્ણય ખોટો છે, હાઇકોર્ટના નિર્ણય બાદ પણ સરકાર ભરતી પ્રક્રિયા પૂરી કરી રહી નથી. સરકારના આ નિર્ણય માટે તેઓ દ્વારા હાઇકોર્ટમાં રિવ્યૂ અરજી ફાઇલ દાખલ કરવામાં આવશે.