કોરોના સંદિગ્ધ વિદેશીઓ સામે યુપી સરકાર કરશે મોટી કાર્યવાહી
COVID-19ના આ સંદિગ્ધ વિદેશી પ્રવાસીઓને લગભગ બે અઠવાડિયા પહેલાં પકડવામાં આવ્યા હતા
લખનૌ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનૌમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંદિગ્ધ વિદેશીઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે. આ વિદેશીઓ પર નજર રાખવાની જવાબદારી પોલીસ કમિશનરે અન્ય જવાબદાર અધિકારી નવીન અરોરાને સોંપી છે.
COVID-19ના સંદિગ્ધ આ વિદેશી યાત્રીઓને લગભગ બે અઠવાડિયા પહેલાં પકડવામાં આવ્યા હતા. આ તમામને લોકબંધુ હોસ્પિટલમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ તમામ સામે કેસ પણ નોંધી લેવામાં આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે. આ તમામ સંદિગ્ધ વિદેશીઓને બ્લેક લિસ્ટેડ કરી દેવામાં આવ્યા છે તેમજ જવાબદાર અધિકારીઓને તમામની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસવાની સૂચન આપી દેવામાં આવી છે.
યુપી સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમણ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 6052 લોકોમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા છે અને 483 લોકો પોઝિટિવ જોવા મળ્યા છે. અહીં 8836 લોકોને કોરેન્ટાઇનમાં તેમજ 22,897 લોકોને 28 દિવસના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube