નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દલિત નેતા અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને રાહત આપી છે. દલિત નેતા અને ભીમ સેનાના સંસ્થાપક ચંદ્રશેખરની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા આ મામલાની પતાવટ કરતા સુનાવણીને બંધ કરી છે. યુપી સરકારે કોર્ટને જણાવ્યું કે ચંદ્રશેખર પરથી રાસુકા હટાવી લેવાયો છે. હકીકતમાં ચંદ્રશેખરે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (રાસુકા) હેઠળ પોતાની નજરકેદને પડકારી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિઝના એ નિવેદન પર વિચાર કરાયો હતો કે ભીમ સેનાના નેતા કોઈ પણ રાહત વગર જેલમાં કેદ છે. સુપ્રીમ કોર્ટે અરજી પર રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. આ અગાઉ ચંદ્રશેખરને સહારનપુર રમખાણોમાં તેની કથિત ભૂમિકા બદલ જૂન 2017માં ધરપકડ કરવામાં આવ્યો હતો. ચંદ્રશેખરની ધરપકડના લગભગ છ મહિના બાદ તેની સામે રાસુકા પણ લગાવવામાં આવ્યો હતો. અરજીમાં દાવો કરાયો છે કે ચંદ્રશેખરના મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું છે. 


અત્રે જણાવવાનું કે રમખાણો કરવાના આરોપી ચંદ્રશેખરને ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આઠ જૂન 2017ના રોજ હિમાચલ પ્રદેશના ડેલહાઉસીથી ધરપકડ કર્યો હતો. સહારનપુરમાં ગત વર્ષે બે મેના રોજ મહારાણા પ્રતાપ જયંતી દરમિયાન જોરથી સંગીત વગાડવા બદલ થયેલા વિવાદને લઈને દલિતોની રાજપૂતો સાથે ઝડપ થઈ  હતી. ત્યારબાદ થયેલી આંતર જાતીય હિંસામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું જ્યારે લગભગ 25 ઘરોમાં આગ લગાવવામાં આવી હતી. જો કે દલિત નેતા અને ભીમ સેનાના સંસ્થાપક ચંદ્રશેખરને યુપી પોલીસે છોડી મૂકેલો છે.