લખનઉ : સહારનપુર તોફાનોનાં આરોપમાં જેલવાસ ભોગવી રહેલ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને યુપી સરકારે જેલ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ચંદ્રશેખર ઉર્ફે રાવણની ધરપકડ કરવામાં આવી હતી. તેને 1 નવેમ્બરે જેલ મુક્ત કરવામાં આવનાર હતો. જો કે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે તેને હવે વહેલો છોડી દેવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, યોગી સરકાર દ્વારા આ મુદ્દે સોનુ, સુધીર, વિલાસને પહેલાથી જ જેલ મુક્ત કરી દીધા છે. સરકારે ચંદ્રશેખરની માંની અપીલ અંગે વિચાર કરતા તેમનાં સમય પહેલા મુક્ત  કરવા માટેનો નિર્ણય લીધો છે. સરકારે ચંદ્રશેખરની સાથે બે અન્ય આરોપીઓને સોનુ શિવકુમારને પણ મુક્ત કરવા માટેનો નિર્ણય કર્યો છે. 


મુક્તિ માટે દિલ્હીમાં થઇ હતી રેલી
અત્રે ઉલ્લેખીય છે કે, મુક્તિની માંગ મુદ્દે 19 ઓગષ્ટે ભીમ આર્મી દ્વારા દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું. ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રત્ન સિંહે એક મંત્રણા દરમિયાન કહ્યું હતું કે, તેમણે આ રેલીના માધ્યમથી ચંદ્રશેખર આઝાદની મુક્તિ અને તેમની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવા માટેની માંગ કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે દલિતો અને જાતીય ભેદભાવ સંબંધિત મુદ્દાઓ પર અંકુશ લગાવવામાં સરકારના નિષ્ફળ રહેવાથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતી પેદા થઇ ગઇ છે. 

8 જુન, 2017નાં રોજ થઇ હતી ધરપકડ
આઝાદ ઉર્ફે રાવણને સહરાનપુર તોફાનોમાં તેની ભુમિકાને કારણે જુન 2017માં ધરપકડ કરવામાં આવી હતી. આઝાદને ઉત્તરપ્રદેશ પોલીસનાં વિશેષ કાર્યબળે આઠ જુન 2017ના રોજ હિમાચલ પ્રદેશનાં ડેલહાઉસીથી ધરપકડ કરવામાં આવી હતી. આઝાદની ધરપકડનાં છ મહિના બાદ તેની વિરુદ્ધ રાસુકાના પ્રાવધાન પણ લગાવાયા હતા.