Viral Video: ગણેશજીની પૂજામાં હનુમાન બનીને ડાન્સ કરનારનું મોત, જુઓ અંતિમ પળનો વીડિયો
જાણકારી અનુસાર આ મામલો મૈનપુરી જિલ્લાના મહોલ્લા બંશી ગોહરાનો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઇ તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગણેશ પંડાલમાં નાચત નાચતાં 35 વર્ષની ઉંમરનો રવિ શર્માને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર ઢળી પડ્યો
Trending News: ઉત્તર પ્રદેશના મૈનપુરીથી એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ગણેશ પંડાલમાં નાચતાં નાચતાં હનુમાન બનેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વ્યક્તિ હનુમાનજીના વેશમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન આચાનક તે જમીન પડી ઢળી પડ્યો. પંડાલમાં બેઠેલા લોકો તાળી વાગડતાં રહ્યા. પરંતુ થોડીવાર બાદ જ્યારે લોકો હોસ્પિટલ લઇ ગયા તો ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
ડાન્સ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
જાણકારી અનુસાર આ મામલો મૈનપુરી જિલ્લાના મહોલ્લા બંશી ગોહરાનો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઇ તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગણેશ પંડાલમાં નાચત નાચતાં 35 વર્ષની ઉંમરનો રવિ શર્માને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર ઢળી પડ્યો. લોકોને લાગ્યું કે તે ડાન્સનો ભાગ છે અને તે તાળી વગાડતાં રહે છે. પરંતુ ત્યાં સુધી તે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube