UPના ફર્રુખાબાદમાં એક વ્યક્તિએ 20 બાળકોને બનાવ્યા બંધક, સીએમે બોલાવી તાત્કાલિક બેઠક
ગામના બાલૂ પુત્ર સતીશ ચંદ્ર દુબેએ તેને ગેટની પાસેથી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે તમંચાથી તેના પર ગોળી ચલાવી હતી. ગોળી તેના પગમાં વાગતા ગંભીર ઈજા થઈ હતી.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં એક ઘરમાં 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે નશામાં ધુત વ્યક્તિએ બાળકો અને મહિલાઓને બંધક બનાવ્યા છે. બાળકોને છોડાવવા માટે ગ્રામીઓએ તેને ધમકાવ્યો, ત્યારબાદ ગામના લોકોએ પોલીસને સૂચના આપી હતી. પોલીસ બાળકોને છોડાવવામાં અસફળ રહી છે. બાળકોને છોડાવવા માટે એટીએસ કમાન્ડોનું ગ્રુપ ફર્રુખાબાદ માટે રવાના થઈ ગયું છે. વ્યક્તિ ઘરની અંદરથી થોડી-થોડી વારે ફાયરિંગ પણ કરી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે તેણે બર્થડે પાર્ટીના નામે બાળકોને ઘરે બોલાવ્યા હતા.
માસૂમને બંધક બનાવનારે ગામના એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. તેને સીએચસી મોકલવામાં આવ્યો છે. કોતવાલી ક્ષેત્રના ગામ કરસિયા નિવાસી શાતિર સુભાષ ગૌતમના પુત્ર જગદીશ ગૌમતે બાળકોને બંધક બનાવ્યાના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. ત્યારબાદ એસપી અને એએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ઘટના સ્થળ પર આવી અને તેણે ઘરને ચારે તરફથી ઘેરી લીધું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube