નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનની જાહેરાત બાદ આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે માયાવતી સાથે રવિવારે મોડી રાત્રે મુલાકાત કરીને તેમને શુભકામના પાઠવી હતી. તેજસ્વી યાદવ સોમવારે અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી. બંન્ને નેતાઓ સાથે તેજસ્વીની મુલાકાત માત્ર ઔપચારિક નહી પરંતુ તેની પાછળ ત્રણેય રાજનીતિક દળોની રાજકીય ઇરાદો છુપાયેલો છે. સપા-બસપા ગઠબંધન દ્વારા આરજેડી યુપીમાં એન્ટ્રી કરવા માંગે છે તો બીજી તરફ અખિલેશ અને માયાવતીની નજર પણ બિહાર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU નારેબાજી: 3વર્ષની તપાસ બાદ કનૈયા કુમાર સહિત 10 નામનો સમાવેશ

તેજસ્વી યાદવ અને માયાવતી વચ્ચે આશરે ડોઢ કલાક સુધી મુલાકાત તઇ. સુત્રોના અનુસાર આ દરમિયાન તેજસ્વી યાદવ અને બસપા અધ્યક્ષ વચ્ચે બિહારમાં મહાગઠબંધન મુદ્દે વાતચીત થઇ હતી. આ દરમિયાન તેજસ્વીએ તેને  બિહારમાં મહાગઠબંધનનો હિસ્સો બનવા માટેનુ આમંત્રણ પાઠવ્યું હતું. જો કે તેમણે કહ્યું કે, કોંગ્રેસ આપણી સાથે છે જો તમે પણ તેનો હિસ્સો બનો તો આપણી સરકાર માટે તે ઘણુ જ સારુ રહેશે. 


26/11નો કાવત્રાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે: સુત્ર

આરજેડી નેતાએ બસપા માટે બિહારમાં 1થી બે સીટો આપવા માટેની તૈયારી પણ દેખાડી. જો કે તેજસ્વીએ કહ્યું કે, તેના બદલે આરજેડીનાં ઉમેદવારને કૈરાના પેટા ચૂંટણી મોડેલ પર ચૂંટણી લડાવવામાં આવે. એટલે કે આરજેડી ઉમેદવારને સપા-બસપા ગઠબંધન પોતાના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડાવે. તેના માટે આરજેડીએ યુપીની એક લોકસભા સીટ પર પોતાની દાવેદારી પણ દર્શાવી છે. 


મકર સંક્રાંતિ: નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? જાણો નાગા સાધુઓની રસપ્રદ દુનિયા

તેજસ્વી યાદવ સોમવારે અખિલેશ યાદવ સાથે મુલાકાત થવાની છે. આરજેડીમાં જ્યાં બસપાને એકથી બે સીટો આપવા માંગે છે ત્યારે સપા માટે પણ પોતાનું મોટુ હૃદય રાખી રહી છે. જે પ્રકારે યુપીમા આરજેડીના ઉમેદવાર ગઠબંધન સાથે ચૂંટણી લડશે.