વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો
UP Constable Bharti 2024 Paper Leak: ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડ અમદાવાદ સ્થિત કંપની એજ્યુટેસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે
UP Police Constable Bharti 2024: NEETના પરિણામોને લઈને છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.. જેમા બિહારના પટનામાં પેપર લીક થયું હોવાની ફરિયાદ થઈ હતી. આ સાથે જ ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે. પરીક્ષા યોજવાની જવાબદારી ગુજરાતની ખાનગી કંપનીની હતી. જેથી આ કંપની એજ્યુટેસ્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. તો કૌભાંડ બાદ કંપનીનો માલિક વિનીત આર્ય વિદેશ ફરાર થઈ ગયો છે. STFએ કંપનીના માલિકને અનેક સમન્સ મોકલ્યા છે.
ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપરલીક કેસના મહિનાઓ બાદ એસટીએફ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સામે આવ્યું છે કે, પરીક્ષા કરાવનારી ગુજરાતી કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો છે. તેથી પૂછપરછ ટીમ તેની તપાસ કરી શક્તી નથી. ભરતી કૌભાંડમા પરીક્ષા કરનારી અમદાવાદની કંપની એજ્યુટેસ્ટને બ્લેક લિસ્ટ કરી દેવાઈ છે. હવે એજ્યુટેસ્ટને પ્રદેશમાં કોઈ પણ વિભાગમાં ભરતી પરીક્ષા કરવાની કામગીરી નહિ સોંપાય. આ સાથે જ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીના સંચાલક વિનીત આર્યને એસટીએફ તરફથી ચાર-ચાર વાર નોટિસ મોકલવામાં આવી ચૂકી છે. પરંતુ તે ક્યાય હાજર થયો નથી. જલ્દી જ હવે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની રિ-પરીક્ષાની તારીખ જાહેર કરી શકે છે.
ભાજપના નવા ચૂંટાયેલા સાંસદના આકરા તેવર : 5 વર્ષ મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી
ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી એડ્યુટેસ્ટની ઓફિસ પર પહોંચી હતી. ઝી મીડિયાની ટીમ પહોંચ્યા બાદ કર્મચારીઓએ હકીકત છુપાવાનો પ્રયાસ કર્યો હતો. પાર્કીિગમાં રહેલુ એડ્યુટેસ્ટનુ બોર્ડ દુર કરાયું છે. તો બાકીના બોર્ડ પર દુર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કોરોના મહામારી બાદ બીજીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ થાંભલો, બીજી દુનિયા કે એલિયન!