નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી પર એકવાર ફરીથી આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. તહરીક એ તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલો કરવાની ધમકી આપી છે. આ ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હી હાલ હાઈ અલર્ટ પર છે. દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાતે સરોજિની માર્કેટ  સહિત અનેક બજારોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક ઓફિસરે જણાવ્યું કે તહરીક એ તાલિબાન નામથી કેટલાક લોકોએ ધમકી ભર્યા ઈમેઈલ મોકલ્યા છે. જેમાં દિલ્હીમાં વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. આ લોકોએ ઉત્તર પ્રદેશ પોલીસને આ ઈમેઈલ વિશે ફરિયાદ પણ કરી. યુપી પોલીસે તરત આ અંગે દિલ્હી પોલીસને જાણકારી આપી. 


સરોજિની માર્કેટમાં સર્ચ ઓપરેશન
દિલ્હી પોલીસે હુમલાના ઈનપુટ મળ્યા બાદ સંવેદનશીલ જગ્યાઓ પર સિક્યુરિટી વધારી દીધી છે. સરોજિની નગર માર્કેટમાં અનેક કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. દિલ્હીના કેટલાક અન્ય માર્કેટમાં પણ આ પ્રકારના સર્ચ ઓપરેશનના પણ અહેવાલ છે. 


દિલ્હી પોલીસના ઓફિસરના જણાવ્યાં મુજબ ધમકીભર્યા ઈમેઈલ કરનારો વ્યક્તિ તહરીક એ તાલિબાનના ઈન્ડિયા સંગઠન સાથે જોડાયેલો છે. જ્યારે યુપી પોલીસના એક અધિકારીએ કહ્યું કે ધમકી ભલે દિલ્હી માટે મોકલી હોય પરંતુ અમે યુપીમાં પણ અલર્ટ રહેવાનું કહ્યું છે. 


દિલ્હીમાં સુરક્ષા વધારવાની સાથે પોલીસ મેઈલ મોકલનારાની વિગતો મેળવવામાં પણ લાગી ગઈ છે. પોલીસ ઓફિસરનું કહેવું છે કે આ મેઈલને મોકલનારાની ઓળખની સાથે મેઈલમાં કરાયેલા દાવાની સચ્ચાઈની માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યાં મુજબ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ અને દિલ્હી પોલીસની જોઈન્ટ ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube