નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ પોલીસની સતર્કતાના કારણે લખનઉ-આગરા એક્સપ્રેસ-વે પર એક મોટી દૂર્ઘટના સર્જાતા ટળી હતી. ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની નજર એક બાઇક સવાર પર પડી હતી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દંપતિએ તેમના પર ધ્યાન ન આપ્યું અને પૂરઝડપે બાઇક પર આગળ નિકળી ગયા હતા. જોકે પોલીસે 4 કિલોમીટર સુધી તેમનો પીછો કર્યો અને દંપતિને બાઇકમાં આગ લાગી હોવાની જાણ કરી હતી. જેના કારણે બાઇક ચાલકે તાત્કાલીક ધોરણે બાઇકને ઉભુ રાખ્યું અને નીચે ઉતરી આગ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પોલીસે પણ બાઇક પર લાગેલા સામાનને દૂર કરી અને આગને કાબુમાં કરી હતી. જેના કારણે મોટી દૂર્ઘધટના સર્જાતા ટળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: VIDEO પ્લેનમાં જઈ રહેલા કેજરીવાલનો એક મુસાફરે બરાબર ઉધડો લીધો, બોલતી જ બંધ


બાઇકમાં લાગેલી આગનો એક વીડિયો ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, કેવી રીતે બાઇક પર લાગેલા સામાનમાં આગ ભડકી રહી છે અને દંપતિ આ વાતથી અજાણ છે. વીડિયો શેર કરવાની સાથે જ પોલીસે લખ્યું કે, ઇટવા-PRV1617 આજે 108 KMથી 112 તરફ જઇ રહ્યા હતા. તે સમયે એક બાઇક સવારે પૂરઝડપે ક્રોય કર્યું અને જેના કારણે બાઇકની પાછળ લાગેલી બેગમાં આગ લાગી દેખાઇ હતી. તે બાઇકનો 4 કિલોમીટર સુધી પીછોકરી બાઇક સવારને રોક્યો હતો. બાઇક સવાર દંપતિને નીચે ઉતારી આગ પર કાબુ મેળવ્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...