કાનપુર: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર ગ્રામીણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રેલીને સંબોધી. આ અવસરે ટ્રિપલ તલાકના મુદ્દાનો ઉલ્લેખ કરતા મુસ્લિમ મહિલાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ યુપીમાં ભાજપની સરકારમાં સુરક્ષિત મહેસૂસ કરે છે. રાજ્યમાં શાળા કોલેજ જતી મુસ્લિમ છોકરીઓની સંખ્યા વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીના નેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ગોવામાં ચૂંટણી કેમ લડી રહ્યા છે. તેમનો તો ગોવામાં જનાધાર પણ નથી તો તેમણે કહ્યું કે તેમણે ગોવામાં હિન્દુઓના મત તોડવા માટે ગઠબંધન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હું ગોવાના મતદારોને કહેવા માંગુ છું કે આ વખતે આ પ્રકારના રાજકારણને જમીનમાં દબાવી દો. 


તેમણે કહ્યું કે યુપીમાં બીજા તબક્કાનો જે ટ્રેન્ડ આવ્યો છે અને પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેનાથી ચાર વાત એકદમ સ્પષ્ટ છે. પહેલી ભાજપ સરકાર, યોગીજીની સરકાર ફરીથી આવી રહી છે. પૂરા જોરશોરથી આવી રહી છે. બીજુ એ કે  દરેક જાતિના લોકો, દરેક વર્ગના લોકો વહેંચાયા વગર, ગામના લોકો શહેરના લોકો વહેંચાયા વગર કોઈ પણ ભ્રમમાં પડ્યા વગર, એક જૂથ થઈને પોતાના યુપીના તેજ વિકાસ માટે મત આપી રહ્યા છે. 


એકદમ અનોખુ છે આ મંદિર, જ્યાં ભક્તો ભગવાન પર ચડાવે છે બીડી, નહીં તો અમંગળ થાય


વિરોધીઓ પર વાર કરતા પીએમ મોદીએ કહ્યું કે યુપીના લોકોએ તેમને 2014માં હરાવ્યા, 2017માં હરાવ્યા, અને 2019માં પણ ફરીથી એકવાર હરાવ્યા. હવે 2022માં પણ ઘોર પરિવારવાદ ફરીથી હારશે. આ વખતે યુપીમાં રંગોવાળી હોળી 10 દિવસ પહેલા જ મનાવવામાં આવશે. 10 માર્ચના રોજ જ્યારે ચૂંટણી પરિણામ આવશે ત્યારે ધૂમધામથી રંગોવાળી હોળી શરૂ થઈ જશે. 


યોગી આદિત્યનાથ સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે યોગીજીની સરકારની કડકાઈથી મનચલો, ગુંડાઓ, દબંગોમાં જે ડર પેદા થયો છે તે આપણી બહેન દીકરીઓના જુસ્સાને બુલંદ કરવા માટે ખુબ ઉપયોગી છે. આથી યુપીની દરેક બહેન બેટી કહી રહી છે કે યુપી માટે યોગી ખુબ ઉપયોગી છે. અમે યુપીમાં ડેરી સેક્ટરનો પણ ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આ ડેરી પ્લાન્ટ પોતાની વીજળી જરૂરિયાતો ગોબરથી બનેલા બાયોગેસથી પૂરી કરી શકે તેની પણ વ્યવસ્થા થઈ રહી છે. તેનાથી ખેડૂતોને આવકનો વધુ એક વિકલ્પ મળશે. 


પુલવામા હુમલાની ત્રીજી વરસીએ આ CM એ ભારતીય સેનાના શૌર્ય પર ઉઠાવ્યો સવાલ, જુઓ Video 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube