નવી દિલ્હીઃ સાત તબક્કામાં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રણ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ચુક્યુ છે. રાજ્યમાં બુધવારે ચોથા તબક્કા માટે મતદાન થશે. હવે પાંચમાં તબક્કાના ચૂંટણી પ્રચારને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. સૌથી પહેલા રાહુલ ગાંધી અમેઠી અને પ્રયાગરાજમાં ચૂંટણી રેલી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટી સૂત્રોએ કહ્યુ કે, વાયનાડના સાંસદ 25 ફેબ્રુઆરીએ અમેઠી અને પ્રયાગરાજમાં પ્રચાર કરશે. બંને જિલ્લામાં પાંચમાં તબક્કામાં 24 ફેબ્રુઆરીએ મતદાન થશે. રાહુલ ગાંધીએ જાન્યુઆરીની શરૂઆતથી આગામી વિધાનસભા ચૂંટણી માટે ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને હવે મણિપુરમાં આક્રમક પ્રચાર કર્યો છે. કોંગ્રેસ સાંસદે ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધી ચૂંટણી રૂપથી મહત્વપૂર્ણ ઉત્તરપ્રદેશમાં એક પણ રેલી કે રોડ શો કર્યો નથી. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ છોડી બાકી ચાર રાજ્યોમાં આશરે 30 પ્રચાર કાર્યક્રમ કર્યા છે. 


પહેલાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કર્યો હતો ખુબ પ્રચાર
કોંગ્રેસના એક પ્રમુખ પ્રચારકના રૂપમાં રાહુલ ગાંધીની ઉત્તર પ્રદેશમાં સક્રિય અભિયાનથી અત્યાર સુધી ગેરહાજરી પાર્ટી કાર્યકર્તાઓ માટે એક આશ્ચર્યની વાત છે. તેમણે 2007થી 2017 સુધી છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં વ્યાપક પ્રચાર કર્યો હતો. 


આ પણ વાંચો- 2019ની સોશિયલ મીડિયા સેન્શેશન પીળી સાડીવાળી મેડમે બદલ્યું રૂપ, નવા ગેટઅપમાં પોલિંગ બૂથ પર જોવા મળી


કોંગ્રેસના અનેક નેતા કરી ચુક્યા છે ચૂંટણી પ્રચાર
પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, પાર્ટી સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને પાર્ટી નેતા ઇમરાન સહિત અન્ય નેતાઓની સાથે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. 


મહત્વનું છે કે ગાંધી પરિવારનો ગઢ મનાતા રાયબરેલીમાં ચોથા તબક્કામાં મતદાન 23 ફેબ્રુઆરીએ થશે. મતદાતાઓ સુધી પહોંચવાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ 2004થી 2014 સુધી અમેઠી લોકસભા સીટ જીતી હતી. તેઓ આ સીટથી 2019ની ચૂંટણી હારી ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube