Yogi Adityanath Cabinet Minister: ઉત્તર પ્રદેશ સરકારમાં જળશક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી દિનેશ ખટીક તેમની પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે. આ બધા વચ્ચે તેમના રાજીનામાની અટકળો પણ તેજ થઈ ગઈ. કહેવાય છે કે તાજેતરમાં દિનેશ ખટીક મંત્રીઓની બેઠકમાં પણ સામેલ થયા નહતાં. તેમના રાજીનામાની પુષ્ટિ માટે મીડિયા સતત તેમની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ તેમણે માત્ર એટલું જ કહ્યું કે રાજીનામા જેવો કોઈ મામલો નથી. તેઓ મીડિયાના કેમેરાથી પણ બચતા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પાસેથી મળેલી માહિતી
લખનઉમાં યોગી સરકારના રાજ્યમંત્રી દિનેશ ખટીકનું પ્રેશર પોલિટિક્સ જોઈ શકાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પોતાની ઉપેક્ષા થતા નારાજ થયેલા દિનેશ ખટીકે મંત્રીપદેથી રાજીનામાનો પત્ર 5 જગ્યાએ મોકલ્યો. જાણકારી મુજબ પત્રમાં લખ્યું છે કે તેઓ જે સમાજથી છે તે સમાજનું ભલું ન કરી શકે તો તેમના મંત્રી થવાનો શું ફાયદો? તેમણે એ પણ લખ્યું કે અધિકારી અને પ્રમુખ સચિવ પક્ષપાત કરતા હતા અને વાત સાંભળતા નહતા. 


સીએમએ આપી સમન્વય બનાવવાની સલાહ
જો કે અત્રે જણાવવાનું કે તેમનું રાજીનામું હજું મંજૂર થયું નથી. બીજી બાજુ સીએમ યોગી આદિત્યનાથે કેબિનેટના મંત્રીઓને સલાહ આપી છે કે રાજ્યમંત્રીઓ સાથે સમન્વય બનાવીને ચાલવું જોઈએ. 


Ranchi SI Killed: નુંહ બાદ હવે રાંચીમાં મહિલા પોલીસકર્મીની હત્યા, વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ વાને કચડી નાખ્યા


શું હોઈ શકે રાજીનામાનું કારણ
એવું કહેવાય છે કે જળશક્તિ વિભાગની અંદર ચાલી રહેલી ખેંચતાણ દિનેશ ખટીકના રાજીનામાનું કારણ હોઈ શકે છે. અન્યનું એવું પણ કહેવું છે કે ખટીક પોતાની ઉપેક્ષાના કારણે નારાજ છે. આ સિવાય એવું પણ કહેવાઈ રહ્યું છે કે વરિષ્ઠ મંત્રી સાથે તેમના અધિકાર મામલે ઘર્ષણ ચાલી રહ્યું છે. 


જિતિન પ્રસાદ પણ નારાજ
યુપીમાં સતત પ્રેશર પોલિટિક્સ જોવા મળી રહ્યું છે. હવે મંત્રી જિતિન પ્રસાદ પણ નારાજ દેખાઈ રહ્યા છે. કહેવાય છે કે લોકનિર્માણ વિભાગમાં થયેલી કાર્યવાહીના કારણે તેઓ નારાજ છે. બની શકે કે  જિતિન પ્રસાદ જલદી ભાજપ હાઈકમાન સાથે મુલાકાત કરીને પોતાની વાત રજૂ કરે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જિતિન પ્રસાદ જલદી અમિત શાહને મળવા જશે. 


Shocking...પુત્રવધુએ સસરાને પ્રાઈવેટ પાર્ટ પર લાતો મારતા મોતના મુખમાં ધકેલ્યા, Video જોઈ હચમચી જશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube