ODF મુક્ત ભારત, પરંતુ UPની આ સરકારી સ્કૂલમાં શૌચાલય નથી, શિક્ષકો-છાત્રોની કફોડી સ્થિતિ
અહીં સ્કૂલ બની ત્યારથી જ શૌચાલય નથી. સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, આ બાબતે સરકારી અધિકારીઓનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
દેવરિયાઃ એક બાજુ સરકાર સ્વચ્છ ભારત મિશન (Swacch Bharat Mission) ચલાવીને ઘેર-ઘેર શૌચાલયનું સ્વપ્ન સાકાર કરવા મથી રહી છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક સ્કૂલ એી પણ છે, જ્યાં શૌચાલયનું નામ નિશાન નથી. અહીં ભણતા વિદ્યાર્થીઓ અને ભણાવતા શિક્ષકોને આજે પણ 'ડબ્બો' લઈને શૌચ માટે ખેતરમાં જવું પડે છે.
અહીં સ્કૂલ બની ત્યારથી જ શૌચાલય નથી. સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, આ બાબતે સરકારી અધિકારીઓનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્કૂલમાં ભણાવતી મહિલા શિક્ષિકાઓનું કહેવું છે કે, શૌચાલન ન હોવાના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શિક્ષિકાઓએ જણાવ્યું કે, આ બાબતે ગામના સરપંચને પણ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે, પરંતુ તેમણે માત્ર આશ્વાસન જ આપ્યું છે. આ બાબતે જ્યારે શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી તો તેમણે કહ્યું કે હું આ જનપદમાં નવો છું. આ સમસ્યા હજુ હાલમાં જ મારા ધ્યાનમાં આવી છે. સ્કૂલ પરિસરમાં તાત્કાલિક શૌચાલય બનાવાશે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube